વલસાડ જિલ્લા રાષ્ટ્રીય લોક અદાલતમાં કુલ ૧૮,૬૬૦ કેસોનો નિકાલ
- byDamanganga Times
- 15 July, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા. ૧૪ ઃ વલસાડ જિલ્લા અદાલત તેમજ તાબા હેઠળની તાલુકાની તમામ અદાલતોમાં યોજાયેલી રાષ્ટ્રીય લોક અદાલતમાં પેન્ડિંગ રહેલા સમાધાનપાત્ર કેસો કુલ ૧૮૬૬૦ કેસોનો નિકાલ કરવામાં આવ્યો છે. જેમાં કુલ રૂ. ૧૦,૨૫,૫૬,૬૧૩/- નું સમાધાન કરવામાં આવ્યું હતું. ઍક જ દિવસમાં ૧૮૬૬૦ કેસોનો નિકાલ થતા લોક અદાલતનો હેતુ સાર્થક થયો હતો. વલસાડ જિલ્લામાં યોજાયેલી આ નેશનલ લોક અદાલતમાં ક્રિમીનલ કંપાઉન્ડેબલ કેસો, ધી નેગોશીઍબલ ઇન્સ્ટ્રુમેન્ટ ઍકટ અન્વયેનાં (ચેક રિટર્નનાં) કેસો, લગ્ન વિષયક તકરારનાં કેસો, મોટર અકસ્માત વળતરને લગતાં કેસો, જમીન સંપાદન વળતરનાં કેસો, દિવાની દાવા જેવા કે ભાડા/ ભાડુઆતને લગતા કેસો, મનાઇ હુકમ-જાહેરાત-કરાર પાલન વિગેરે સંબધિત દાવા વિગેરે મળી કુલ- ૩૮૦ કેસો લોક અદાલતનાં મુકવામાં આવ્યા હતા. સ્પેશ્યલ સીટીંગ ઓફ મેજીસ્ટ્રેટમાં ફક્ત દંડ ભરી નિકાલ થઇ શકે તેવા ફોજદારી કુલ ૬૬૪૦ કેસો મુકવામાં આવ્યા હતા. બેન્ક-ફાયનાન્સ કંપનીનાં વસુલાતનાં કેસો, વિજ બીલનાં વસુલાતનાં કેસો, ટેલિફોન-મોબાઇલ કંપનીઓનાં બિલનાં વસુલાતનાં કેસો તથા ટ્રાફિક નિયમ ભંગના ઇ-ચલણ વસુલાતનાં કેસો વિગેરે મળી કુલ-૨૦૨૧૨ પ્રિ-લીટીગેશન કેસો લોક અદાલતમાં મુકવામાં આવ્યા હતા. લોક અદાલતમાં સમાધાનપાત્ર પેન્ડિંગ કેસો કુલ-૨૩૦ કેસો, સ્પેશ્યલ સીટીંગ કેસો કુલ-૬૧૫૯ અને પ્રિ-લીટીગેશનનાં કુલ-૧૨૨૭૧ મળી કુલ-૧૮,૬૬૦ કેસો નિકાલ કરવામાં આવ્યા હતા. આ કેસોમાં કુલ- ર૧૦,૨૫,૫૬,૬૧૩/- નું સમાધાન કરવામાં આવ્યું હતું. આ લોક અદાલતમાં વલસાડ જિલ્લાનાં પક્ષકારો, તેમજ વિ. વકીલઓઍ ખુબ જ ઉત્સાહપૂર્વક ભાગ લઇ લોક અદાલતને સફળ બનાવી હતી.
