અજમલગઢને પ્રવાસસ્થળ તરીકે વિકસાવવા સાંસદ ધવલભાઇ પટેલ સક્રિય થયા
- byDamanganga Times
- 15 July, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૧૪ ઃ વલસાડ, નવસારી અને ડાંગ જિલ્લામાં અનેક પ્રવાસન સ્થળો આવેલા છે અને ચોમાસામાં ઍનુ સૌîદર્ય કંઈક અનોખું જ હોય છે. હાલમાં નવસારી જિલ્લાના વાંસદા નજીક આવેલા અજમલગઢ પર પ્રકૃતિ ખીલી છે આજે વલસાડ-ડાંગના સાંસદ ધવલભાઈ પટેલ, નવસારી જિલ્લા ભાજપ પ્રમુખ ભુરાલાલ શાહ અને અન્ય હોદ્દેદારોઍ અજમલગઢની વિશેષ મુલાકાત લીધી હતી આગામી સમયમાં ગુજરાત ભાજપ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા નવસારી જિલ્લાની મુલાકાતે આવી રહ્ના છે ત્યારે અહીં વિશેષ યુવા સંવાદ કાર્યક્રમ યોજવાનું આયોજન કરાયું છે સાંસદ ધવલભાઈ પટેલના જણાવ્યા મુજબ અજમલગઢ અઢળક કુદરતી સૌîદર્ય ઉપરાંત અનોખું પારસીઅો સંબંધી ઐતિહાસિક મહત્વ ધરાવે છે અને આ સ્થાન ઍક મહત્વના પ્રવાસસ્થળ તરીકે વિકસી શકે ઍવી પુરી શકયતા છે ત્યારે આ હેતુને ધ્યાનમાં રાખી આજે તેમણે આ મુલાકાત લીધી હતી. વધુ રસપ્રદ બાબત તો ઍ જાવા મળી કે અહીં સાંસદ ધવલભાઈ પટેલ ઍક અનોખા અંદાજમાં જાવા મળ્યા હતાં. તેમણે અજમલગઢ પર ખુલ્લા મેદાનમાં બાઈક સવારીનો આનંદ માણવા સાથે તળેટીમાં કાવડેજ ખાતે પોતાની જાતે ચા બનાવી સૌને પીવડાવી હતી.
