Damanganga Times.

Damanganga Times.

July 15, 2026

ગણદેવી સુગર ફેકટરી ચૂંટણી ઃ આખરી મતદારયાદી પ્રસિદ્વ કરાઈ

ગણદેવી સુગર ફેકટરી ચૂંટણી ઃ આખરી મતદારયાદી પ્રસિદ્વ કરાઈ


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
ગણદેવી, તા.૧૩ ઃ ગણદેવી સુગર ફેકટરી (સહકારી ખાંડ ઉદ્યોગ મંડળ) ચૂંટણી પ્રક્રિયા પ્રગતિમાં છે. દરમ્યાન ચીખલી પ્રાંત કચેરીઍ થી ચૂંટણી વાંચ્છુકો ઍ પ્રથમ દિવસે ૨૬ ફોર્મ ઉપાડ્યા હતા. જ્યારે ચીખલી(વિભાગ -૮) માં ૧ ઉમેદવારી અને વલસાડ (વિભાગ-૧૦) માં ઍક ડમી સહિત બે ઉમેદવારી નોંધાઈ હતી.
ચીખલી પ્રાંત અધિકારી મિતેષ પટેલ ની સીધી દેખરેખ માં ગણદેવી સુગર ની ચૂંટણી પ્રક્રિયા હાથ ધરાઈ હતી. સુગર ફેકટરી નાં ૧૨ ઝોન, અનુસૂચિત જાતિ, જનજાતિ અને મહિલા અનામત તેમજ બ વર્ગ ની ઍક બેઠક મળી ૧૬ બેઠકો ઉપર ચૂંટણી યોજાશે. જે પૈકી ઉત્પાદક સભાસદો (અ વર્ગ) ની ગણદેવી -૨ બેઠક, નવસારી-૪, ચીખલી-૩, વલસાડ-૧, મહુવા-૧, વાંસદા-૧ તેમજ અનુસૂચિત જાતિ કે જન જાતિ માટે -૧ અને મહિલા અનામત-૧ બેઠક તેમજ બિન ઉત્પાદક સભાસદો માટે ૧ બેઠક મળી કુલ ૧૬ બેઠકો ઉપર ચૂંટણી યોજાશે. ગણદેવી વિભાગ-૧ માં ૪૭ ગામો મળી ૨૭૦ મતદારો, વિભાગ -૨ માં ૧૩ ગામો માં ૪૪૬ મતદારો, વિભાગ-૩ માં ૪૧ ગામો માં ૫૨૪ મતદારો, વિભાગ-૪ ના ૨૩ ગામો માં ૬૧૦ મતદારો, વિભાગ -૫ માં ૧૮ ગામો માં ૫૦૯ મતદારો, વિભાગ-૬ માં ૨૧ ગામો માં ૭૭૫ મતદારો, વિભાગ-૭ માં ૧૯ ગામોમાં ૬૨૯ મતદારો, વિભાગ-૮ માં ૧૯ ગામો ૫૦૬ મતદારો, વિભાગ-૯ માં ૩૪ ગામો માં ૩૭૮ મતદારો, વિભાગ-૧૦ માં ૪૭ ગામો માં ૨૫૧, વિભાગ-૧૧ નાં ૧૫ ગામો માં ૪૮૯ મતદારો અને વિભાગ-૧૨ ના ૧૧ ગામો માં ૩૫૪ મતદારો છે. મહિલા અનામત તેમજ અનુસૂચિત જાતિ કે જનજાતિ અનામત બેઠકો ઉપર કુલ ૫૭૪૧ મતદારો મતદાન કરશે. જ્યારે બિન ઉત્પાદક સભાસદો (બ વર્ગ) માં કુલ ૫૦૪ મતદારો છે. ત્યારે સહકાર, સમન્વય અને અપક્ષ ઉમેદવારો વચ્ચે રસપ્રદ જંગ નાં ઍંધાણ વર્તાઈ રહ્નાં છે.