ડાંગના ધૂંધલીનાથ મહાદેવ મેળામાં હજારો ભક્તો ઉમટ્યા
- byDamanganga Times
- 15 July, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
બીલીમોરા, તા.૧૪ ઃ ડાંગ જિલ્લાના ઘનઘોર જંગલોની વચ્ચે આવેલું અને વર્ષો જૂનું પૌરાણિક તેમજ અજોડ આસ્થાનું કેન્દ્ર ઍવા સિદ્ધ શ્રી ધૂંધલીનાથ મહાદેવ ખાતે વાર્ષિક મેળો ભક્તિસભર વાતાવરણમાં યોજાયો હતો. જેઠ વદ અમાસના પાવન પર્વે યોજાયેલી યાત્રામાં સમગ્ર ગુજરાત સહિત આસપાસના વિસ્તારોમાંથી હજારોની સંખ્યામાં શિવભક્તો ઉમટી પડ્યા હતા. ડાંગના અદ્ભુત કુદરતી સૌંદર્ય વચ્ચે આવેલા પવિત્ર ધામમાં ભક્તોઍ ભગવાન ધૂંધલીનાથને જળાભિષેક, બિલીપત્ર, પુષ્પો અને નાળિયેર અર્પણ કરી પૂજન-અર્ચન કર્યું હતું, તેમજ પોતાના પરિવારની સુખ, સમૃદ્ધિ અને કલ્યાણ માટે પ્રાર્થના કરી ધન્યતા અનુભવી હતી. આ પવિત્ર સ્થળની સ્થાપના પાછળ ઍક અલૌકિક ઇતિહાસ જોડાયેલો છે. વર્ષ ૧૯૭૪માં બીલીમોરાના સંત બ્રહ્મલીન પરમ પૂજ્ય શ્રી સાનેદાદાને આ સ્થળે દૈવીક શક્તિનો સાક્ષાત્કાર થયો હતો અને તેમના માર્ગદર્શન હેઠળ જમીન ખોદતા જ્વાળારૂપે પવિત્ર શિવલિંગ પ્રગટ થયું હતું. આ વર્ષે પણ આ પાવન દિવસે બીલીમોરા સ્થિત નવનાથ ધામના વર્તમાન ગાદીપતિ પૂજ્ય છોટેદાદાના હસ્તે શાસ્ત્રોક્ત વિધિ-વિધાન અનુસાર મહાપૂજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પૂ. છોટેદાદાઍ જણાવ્યું હતું કે, અહીં ભગવાન ધૂંધલીનાથ મહાદેવ જ્યોતિ સ્વરૂપે પૂજ્ય શ્રી સાનેદાદાના તપોબળથી પ્રગટ થયા છે, જે આજે પણ લાખો ભક્તો માટે આધ્યાત્મિક શાંતિનું કેન્દ્ર છે.મેળા દરમિયાન અહીં આવતા હજારો શ્રદ્ધાળુઓ માટે આહવા નવનાથ ભક્ત મંડળ ટ્રસ્ટ અને સ્થાનિક સેવાભાવી યુવકો દ્વારા દર્શન, પીવાનું પાણી, વાહન ર્પાકિંગ, સ્વચ્છતા તેમજ મહાપ્રસાદની સુચારૂ અને સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી. સમગ્ર મેળો અત્યંત ભક્તિમય અને શાંતિપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થયો હતો. ડાંગનું આ પવિત્ર ધામ આજે પણ ગુજરાત સહિત પડોશી રાજ્યોના ભક્તો માટે વિશેષ આસ્થાનું કેન્દ્ર બની રહ્નાં છે, જ્યાં દર્શન કરનાર પ્રત્યેક ભાવિક શિવત્વનો દિવ્ય સ્પર્શ અનુભવે છ.
