બીલીમોરામાં રથયાત્રા પૂર્વે પોલીસ દ્વારા પેટ્રોલિંગ યોજાયું
- byDamanganga Times
- 15 July, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
બીલીમોરા, તા.૧૪ ઃ શ્રી દ્વારકાધીશ સત્સંગ અને પ્રાર્થના હોલ ટ્રસ્ટ દ્વારા આયોજિત ભવ્ય રથયાત્રાને અનુલક્ષીને બીલીમોરા પોલીસ તંત્ર સજ્જ બન્યું છે. સુરક્ષાના ભાગરૂપે મંગળવારે સવારે બીલીમોરા પોલીસ સ્ટેશન દ્વારા શહેરના વિવિધ માર્ગો પર ફુટ પેટ્રોલિંગ યોજવામાં આવ્યું હતું. બીલીમોરા પી.આઈ. અશ્વિન સરવૈયા,ચિખલી પી.આઇ. પી બી પટેલિયા,પી.આઈ. ધોલાઈ ઍમ ઝેડ પટેલ અને ગણદેવી પી.આઈ. ઍન. આઈ. રાઠોડના નેતૃત્વમાં પોલીસ અધિકારીઓ અને જવાનોનો કાફલો દ્વારકાધીશ મંદિરથી શરૂ કરીને બિલિનાકા ચાર રસ્તા, રેલ્વે ઓવરબ્રિજ, વી.ઍસ. પટેલ કોલેજ, રાજભોગ સર્કલ અને સ્ટેશન રોડ થઈ પરત ફર્યો હતો. પોલીસનો આ કાફલો જોઈ નાગરિકોમાં કુતૂહલ જોવા મળ્યું હતું. પેટ્રોલિંગનો મુખ્ય હેતુ આગામી ગુરુવારે નીકળનારી ભગવાન જગન્નાથની રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે સુનિડ્ઢિત કરવાનો છે. શહેરના મુખ્ય માર્ગો પર ફરીને પોલીસે અસામાજિક તત્વોને કાયદાના દાયરામાં રહેવા કડક ચેતવણી આપી છે. સાથે જ, ભક્તિમય વાતાવરણમાં યોજાનારી આ રથયાત્રામાં કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા માટે ભક્તોને પોલીસ તંત્રને પૂરતો સહકાર આપવા માટે નમ્ર અપીલ કરવામાં આવી છે.
