Damanganga Times.

Damanganga Times.

July 15, 2026

ઉમરસાડીનો ‘અટલ બ્રિજ’ પ્રવાસીઅો માટે વિકેન્ડમાં આકર્ષણનું કેન્દ્ર બન્યો

ઉમરસાડીનો ‘અટલ બ્રિજ’ પ્રવાસીઅો માટે વિકેન્ડમાં આકર્ષણનું કેન્દ્ર બન્યો


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
પારડી, તા. ૧૪ ઃ પારડી તાલુકાનું ઉમરસાડી પ્રવાસન ક્ષેત્રે ઍક નવું સીમાચિહ્ન બની ગયું છે. અહીં નવનિર્મિત ‘અટલ બ્રિજ’ હાલ પ્રવાસીઓ માટે આકર્ષણનું મુખ્ય કેન્દ્ર બન્યો છે. મોટી સંખ્યામાં પર્યટકો અહીં આવીને અરબી સમુદ્રની સુંદરતા અને કુદરતી નજારાની મજા માણી રહ્ના છે. શનિવાર અને રવિવારની રજાઓમાં અટલ બ્રિજ પર પર્યટકોનો ભારે ઘસારો જોવા મળે છે. ખાસ કરીને વીકેન્ડમાં વાલીઓ પોતાના બાળકો સાથે અહીં સમય વિતાવવા પહોંચી રહ્ના છે. સમુદ્ર કિનારે અને બ્રિજની આસપાસ બાળકો વિવિધ રમતો રમીને મનોરંજન મેળવતા અને આનંદ માણતા જોવા મળી રહ્ના છે આ નવું પર્યટન સ્થળ માત્ર સ્થાનિક લોકો પૂરતું સીમિત નથી રહ્નાં. અહીં પારડી, વાપી અને વલસાડ ઉપરાંત પડોશી સંઘપ્રદેશ દમણ અને સેલવાસથી પણ મોટી સંખ્યામાં સહેલાણીઓ આવી રહ્ના છે. દરિયાના મોજાં અને ખુશનુમા વાતાવરણ વચ્ચે લોકો સેલ્ફી લેતા અને યાદગાર પળો કેમેરામાં કેદ કરતા નજરે પડે છે. ઉમરસાડી દેસાઈવાડ ખાતે બનેલો આ અટલ બ્રિજ ખૂબ જ ટૂંકા ગાળામાં ઍક લોકપ્રિય ટુરિસ્ટ હબતરીકે ઓળખાવા લાગ્યો છે. પ્રવાસીઓના આ સતત વધી રહેલા ધસારાને કારણે સ્થાનિક રોજગારીને પણ વેગ મળી રહ્ના છે અહીં આવતા પ્રવાસીઓ દરિયા કિનારે કચરો ન ફેંકે અને સાફ-સફાઈનું પૂરતું ધ્યાન રાખે તે ખૂબ જ જરૂરી છે.
જેમ-જેમ પ્રવાસીઓની સંખ્યા વધી રહી છે, તેમ-તેમ આ સુંદર સ્થળની ગંદકી ન થાય તે જોવાની જવાબદારી પણ પ્રવાસીઓની જ બને છે.
પ્લાસ્ટિકની બોટલો, વેફર્સના પેકેટો કે અન્ય કચરો ગમે ત્યાં ફેંકવાને બદલે કચરાપેટીનો જ ઉપયોગ કરવો જોઈઍ, જેથી આ પર્યટન સ્થળની સુંદરતા લાંબા સમય સુધી જળવાઈ રહે ખરેખર આ સુંદર સ્થળ બનાવવા માટે સ્થાનિક ધારાસભ્ય કનુભાઈ દેસાઈની મહેનત છે. જેનું પરિણામ છે કે આજે લોકોને ઍક સુંદર સ્થળ મળી શક્યું છે.