સુરંગી બ્રિજ પાસે ટ્રાફિક પોલીસ માટે મૂળભૂત સુવિધા-વ્યવસ્થાઅોનો અભાવ
- byDamanganga Times
- 15 July, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
સેલવાસ, તા. ૧૪ ઃ સિલવાસાને મહારાષ્ટ્રના તલાસરી સાથે જોડતા મહત્વના રાષ્ટ્રીય રાજમાર્ગ ઍનઍચ-૮૪૮ખ્ પર નિર્માણાધીન સુરંગી બ્રિજ ખાતે ટ્રાફિક નિયંત્રણ માટે પોલીસકર્મીઓ દિવસ-રાત ફરજ બજાવી રહ્ના છે. પરંતુ ફરજ દરમિયાન તેમની માટે જરૂરી ઍવી મૂળભૂત સુવિધાઓ ઉપલબ્ધ ન હોવાને કારણે તેઓ તડકો અને વરસાદથી બચવા માટે -ીકાસ્ટ કોંક્રિટના બોક્સનો આશ્રય લેતા હોવાનું જોવા મળ્યું છે.
સુરંગી બ્રિજનું નિર્માણ ચાલુ હોવાથી અહીં ભારે વાહનવ્યવહાર વચ્ચે પોલીસકર્મીઓ સતત ટ્રાફિક નિયંત્રિત કરી મુસાફરો અને કામદારોની સુરક્ષા સુનિડ્ઢિત કરે છે. રોજ હજારો વાહનો આ માર્ગ પરથી પસાર થતાં હોવાથી તેમની હાજરી અનિવાર્ય બની ગઈ છે.
સ્થળ પરથી પ્રા થયેલા દૃશ્યોમાં પોલીસકર્મીઓ પ્રીકાસ્ટ કોંક્રિટની રચનામાં બેસીને વરસાદ અને તડકાથી બચતા જોવા મળે છે. તેમની માટે કોઈ અસ્થાયી કેબિન અથવા આરામગૃહ ઉપલબ્ધ હોવાનું નજરે પડતું નથી.
ચોમાસાની ઋતુમાં પરિસ્થિતિ વધુ પડકારજનક બની જાય છે. દિવસ દરમિયાન વરસાદ, ભેજ અને બાંધકામથી ઉડતી ધૂળ વચ્ચે ફરજ બજાવવી પડે છે, જ્યારે રાત્રિના સમયે આ વિસ્તાર ગ્રામ્ય વિસ્તાર હોવાથી સાપ દેખાવાની ઘટનાઓ પણ બનતી રહે છે. આવી પરિસ્થિતિમાં સતત ફરજ બજાવતા પોલીસકર્મીઓની સુરક્ષા અને આરોગ્ય અંગે પ્રશ્નો ઊભા થાય છે. આ સમગ્ર મુદ્દો ઍક મહત્વનો વહીવટી પ્રશ્ન પણ ઉભો કરે છે. જ્યારે કોઈ પ્રોજેક્ટ સ્થળે પોલીસની ૨૪ કલાક તૈનાતી કરવામાં આવે છે, ત્યારે તેમની મૂળભૂત સુવિધાઓની જવાબદારી કોણ લે છે?
