ગાઢવીમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરાશે
- byDamanganga Times
- 15 July, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
નાનાપોંઢા, તા. ૧૪ ઃ સમગ્ર આદિવાસી સમાજ કપરાડા, નાનાપોંઢા, અને પારડી ના સંયુક્ત ક્રમે આદિવાસી સમાજના આગેવાનો ભેગા મળી ૯ મી ઓગસ્ટ ૨૦૨૬ ની ઉજવણી કરવા માટે સ્થળ ધારણમાળ મોરાગીન ડુંગર માવલી મેદાનની પસંદગી કરવામાં આવી કપરાડા તાલુકા અને દાદરા નગર હવેલીના સીમાડા આવેલ સ્થળ તપાસ કરી આદિવાસી સમાજના આગેવાનો ભેગા મળ્યા જેમાં આ વરસે કપરાડા તાલુકા અને દાદરા નગર હવેલી ના આવેલ સીમાડા વચે પસંદગી કરવામાં આવી વલસાડ જિલ્લા કપરાડા તાલુકાના ગાઢવી ગ્રુપ ગ્રામ પંચાયત ના ધારણમાળ મોરાગીન માવલી માતા ખાતે સ્થળ નક્કી કરવામાં આવેલ જે બાબતે તારીખ ૧૫/૭/૨૦૨૬, ના બુધવારે સાંજે ૬.૦૦ કલાકે ધારણમાળ ખાતે આયોજન માટેની મિટિંગ રાખવામાં આવી છે.
