મધુબન ડેમમાંથી અજાણી મહિલાની લાશ મળી
- byDamanganga Times
- 15 July, 2026
વલસાડ, તા.૧૪ ઃ વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના ફતેપુર ગામમાં શીલાંગણ ફળિયામાં દમણગંગા નદીના મધુબન ડેમના પાણીમાં તા. ૦૮/૦૭/૨૦૨૬ના રોજ સવારે ૯ કલાકે ૬૦ વર્ષીય ઍક અજાણી સ્ત્રીની લાશ મળી આવી હતી. જેનું શરીર પાણીમાં વધુ સમય રહેવાથી શરીરની ચામડીનું પડ નીકળી ગયું હતું.
જે શરીરે મધ્યમ બાંધો, પાંચ ફૂટ ઉંચાઈ અને કાળા તથા સફેદ વાળ ધરાવે છે. ગળામાં, ડાબા હાથમાં, ડાબા પગમાં તથા કમરે લાલ કલરનો દોરો બાંધેલો હતો. હાથમાં મહેંદી કલરની સોનેરી પડ વાળી બંગડી પહેરેલી છે. આ અજાણી મહિલાના વાલી વારસોની પોલીસે શોધખોળ કરી હતી. પરંતુ કોઈ ભાળ મળી આવી ન હતી. જે કોઈને પણ આ અજાણી મહિલાના વાલી વારસોની ભાળ મળે તો કપરાડા પોલીસ મથકે જાણ કરવા અખબારી યાદીમાં જણાવાયુ છે.
