Damanganga Times.

Damanganga Times.

July 15, 2026

વલસાડ જિલ્લા નિવૃત્ત કર્મચારી સેવા મંડળના ઉપપ્રમુખની સરાહનીય કામગીરી

વલસાડ જિલ્લા નિવૃત્ત કર્મચારી સેવા મંડળના ઉપપ્રમુખની સરાહનીય કામગીરી


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધ)
ઉમરગામ, તા. ૧૪ ઃ ઉમરગામ તાલુકાનાં પાલી ગામે ડગડી ફળિયામાં રહેતાં વાસંતીબેન રમેશચંદ્ર ઓઝા જેમનાં પતિ તા-૨૧ ૧૨-૨૦૨૩  ના રોજ અવસાન પામ્યા છે. તેમનું આવતું ફેમિલી પેન્શનથી વાસંતીબેન ઘરનું ગુજરાન ચલાવી રહ્ના છે. જેઓને આયુષ્યમાન ૅઞ્ૅ કેટેગરી કાર્ડની જરૂર પડતાં તેઓઍ અશરફભાઈ ચુડાસમા સાહેબનો સંપર્ક કર્યો હતો. અશરફભાઈઍ તુરત તેમનાં ઘરે જઈને જરૂરી માહિતી સાથે, ઉપયોગી જરૂરી ડોક્યુમેન્ટ્સ લઈને વલસાડ ગયા હતા. બીજા દિવસે વાસંતીબેન ઓઝા સાથે ભીલાડ આરોગ્ય કેન્દ્રની ઓફિસમાં જઈને ૅઞ્ૅ કાર્ડ મેળવવા માટેની જરૂરી ઓનલાઈન પ્રક્રિયા પૂર્ણ કરી હતી. સોમવારે સરીગામ નિવાસી વલસાડ જિલ્લા સેવા મંડળના ઉપપ્રમુખ અસરફ ચુડાસમાઍ વાસંતીબેન રમેશચંદ્ર ઓઝાનું  ૅઞ્ૅ કાર્ડ મેળવીને, પ્લાસ્ટિક લેમિનેશન કરાવીને પાલી ગામે જઈને આ આયુષ્યમાન ૅઞ્ૅ કેટેગરી કાર્ડ વાસંતીબેનને સુપ્રત કર્યું હતું. વાસંતીબેને આ કાર્ડ સ્વીકારતાં ભીની આંખે અશરફભાઈને માથા પર હાથ ફેરવતાં આશીર્વાદ આપ્યા હતાં અને પુષ્પગુચ્છ આપીને સન્માનિત કર્યા હતા.