ભદેલી હિંગરાજમાં ડ્રગ્સ મુકત ભારત અંગે જાગૃતિ કાર્યક્રમ યોજાયો
- byDamanganga Times
- 15 July, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા. ૧૪ ઃ મે. વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષક, યુવરાજસિંહ જાડેજા નાઓના માર્ગ દર્શન હેઠળ વલસાડ જિલ્લા પોલીસના સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપ દ્વારા આજરોજ તા.૧૪/૦૭/૨૦૨૬ ના રોજ સવાર કલાક ૧૦ઃ૩૦ થી કલાક ૧૨ઃ૧૦ દરમિયાન વલસાડ રૂરલ પોલીસ સ્ટેશનના ભદેલી, હિંગરાજ ઊડાન સ્મશાન ભૂમિ ખાતે આયોજિત ઍક પેડ માં કે નામ ના કાર્યક્રમમાં ડ્રગ્સ મુક્ત ભારત અભિયાન અંતર્ગત ડ્રગ્સ વિરોધી તથા કોસ્ટલ સુરક્ષા જન-જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વાય.પી. હડીયા તથા પોલીસ સ્ટાફની આગેવાનીમાં યોજાયેલ આ કાર્યક્રમમાં ગામજનો કુલ ૭૦ થી વધુઍ ભાગ લીધો હતો.
આ પ્રસંગે ડ્રગ્સના સેવનથી યુવાધનની જિંદગી પર થતી વિપરીત અસરો, શારીરિક પ્રમાનસિક નુકસાન તથા કાયદાકીય જોગવાઈઓ વિશે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું. વાય.પી. હડીયા દ્વારા ડ્રગ્સની લત કેવી રીતે જીવન બરબાદ કરે છે અને પોલીસને મદદરૂપ થઈ સમાજને વ્યસનમુક્ત કેવી રીતે બનાવવો તે અંગે તથા દરિયાઈ સુરક્ષા તકેદારી અંગે સ્પીચ આપવામાં આવી હતી.
કાર્યક્રમના અંતે ઉપસ્થિત તમામ લોકોને નીચે મુજબની શપથ લેવડાવવામાં આવી હતી.
અમને અહેસાસ છે કે આપણા દેશમાં, વિશેષ રૂપે યુવાઓની વચ્ચે નશીલી દવાઓનો દુરુપયોગ વધી રહ્ના છે અને આ ચિંતાનો વિષય છે. અમે શપથ લઈઍ છીઍ કે અમે નશીલી દવાઓના દુરુપયોગની રોકથામમાં સહયોગ કરીશું. અમે વચન આપીઍ છીઍ કે કોઈપણ પ્રકારના નશીલા પદાર્થનું સેવન નહીં કરીઍ.
અમે દરેક વ્યક્તિને, ખાસ કરીને યુવાઓને, નશીલી દવાઓના દુષ્-ભાવોના સંબંધમાં જાગૃત કરવા માટે તથા ભારતને નશા મુક્ત રાષ્ટ્ર બનાવવા માટે પોતાનાથી બનતા દરેક પ્રયાસો કરીશું અને સમાજના રચનાત્મક તથા મહત્વપૂર્ણ સદસ્ય બનીશું. આજે અમે પ્રતિજ્ઞા કરીઍ છીઍ કે નશાથી દૂર રહીશું અને સ્વસ્થ જીવન-યાપન કરીશું.
ત્યારબાદ કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું હતું.
