Damanganga Times.

Damanganga Times.

July 15, 2026

ધરમપુર શ્રી દૈવજ્ઞ પંચની વાર્ષિક સાધારણ સભા યોજાઈ

ધરમપુર શ્રી દૈવજ્ઞ પંચની વાર્ષિક સાધારણ સભા યોજાઈ


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
ધરમપુર, તા. ૧૪ ઃ શ્રી દૈવજ્ઞ પંચ-ધરમપુર દ્વારા રવિવારે શ્રી દૈવજ્ઞ પંચની વાડી, ધરમપુર ખાતે વાર્ષિક સાધારણ સભાનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. સમાજના મોટી સંખ્યામાં જ્ઞાતિબંધુઓઍ ઉત્સાહપૂર્વક હાજરી આપી હતી.
કાર્યક્રમની શરૂઆત -ાર્થના અને દીપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી. ત્યારબાદ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો તેમજ સમાજના વરિષ્ઠજનોનું સન્માન કરવામાં આવ્યું હતું. ગયા વર્ષની કાર્યવાહીની નોંધ અને વાર્ષિક હિસાબ સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યા.
પ્રમુખ કમલેશભાઈ બી. ચોનકરે સમાજના વિકાસલક્ષી કાર્યો, આગામી આયોજન અને સમાજની ઍકતા અંગે માર્ગદર્શન આપ્યું હતું. ઉપરાંત શ્રી દૈવજ્ઞ પંચના રજિસ્ટ્રેશન, ટ્રસ્ટી મંડળ સંબંધિત મુદ્દાઓ તથા સમાજના હિતના વિવિધ વિષયો પર રચનાત્મક ચર્ચા કરી જરૂરી ઠરાવો પસાર કરવામાં આવ્યા. સભાના અંતે જ્ઞાતિબંધુઓ માટે ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું. ઉપસ્થિત સૌનો આભાર વ્યક્ત કરી સમાજની પ્રગતિ માટે સૌને સાથે મળીને કાર્ય કરવાની અપીલ કરવામાં આવી હતી. કાર્યક્રમ બાદ સૌ માટે ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી.