Damanganga Times.

Damanganga Times.

July 14, 2026

વાપી જાયન્ટ્સ ગ્રુપની વાર્ષિક સામાન્ય સભા યોજાઈ

વાપી જાયન્ટ્સ ગ્રુપની વાર્ષિક સામાન્ય સભા યોજાઈ



(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

વાપી, તા. ૧૩ ઃ જાયન્ટ્સ ગ્રુપ ઓફ વાપીની વાર્ષિક સામાન્ય સભા તા.૧૧-૭-૨૦૨૬ને શનિવારના રોજ વાપી છરવાડાના ભારતીબા વિલા ક્લબ ઍન્ડ રિસોર્ટ ખાતે ઉત્સાહભેર યોજાઈ હતી. કાર્યક્રમની શરૂઆત પ્રાર્થના સાથે થઈ હતી. ગ્રુપના પ્રમુખ જી.ટી. રિતેશ રાવલે સભ્યો, મહેમાનો અને તેમના પરિવારજનોનું સ્વાગત કરી વર્ષ ૨૦૨૫-૨૬ દરમિયાન હાથ ધરાયેલા વિવિધ સમાજસેવાના કાર્યોનો અહેવાલ રજૂ કર્યો અને સૌના સહયોગ બદલ આભાર વ્યક્ત કર્યો.

ડી.ઍ. ખ્યાતિ રાવલે ગ્રુપની વહીવટી કામગીરી તેમજ વર્ષ દરમિયાન પૂર્ણ કરાયેલા સમાજસેવાના પ્રોજેક્ટોની માહિતી આપી અને આગામી વર્ષમાં વધુ સેવા પ્રવૃત્તિઓ માટે સભ્યોને પ્રેરિત કર્યા. ડી.ઍફ. રજની શેટ્ટીઍ આવક-જાવક, દાન અને ખર્ચ અંગેનો પારદર્શક નાણાકીય અહેવાલ રજૂ કર્યો. ઍસ.સી.ઍમ. જી.ટી. બાલકૃષ્ણ શેટ્ટીઍ સેવા, સમર્પણ અને ટીમવર્કના મહત્ત્વ પર ભાર મૂક્યો.

સભામાં ગ્રુપના વિકાસ અને ભાવિ આયોજન અંગે રચનાત્મક ચર્ચા કરવામાં આવી હતી. આ પ્રસંગે પાસ્ટ પ્રેસિડેન્ટ્સ સહિત અનેક વરિષ્ઠ જાયન્ટ્સ સભ્યો ઉપસ્થિત રહ્ના હતા.