Damanganga Times.

Damanganga Times.

July 14, 2026

નમો હોસ્પિટલમાંથી ભાગેલો ઘરફોડ ચોરીનો આરોપી સંજાણથી ઝડપાયો

નમો હોસ્પિટલમાંથી ભાગેલો ઘરફોડ ચોરીનો આરોપી સંજાણથી ઝડપાયો


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

ઉમરગામ, તા. ૧૩ ઃ નમો હોસ્પિટલ, સેલવાસમાંથી સારવાર દરમિયાન ફરાર થયેલા નરોલી પોલીસ સ્ટેશનના ઘરફોડ ચોરીના ગુનામાં સંડોવાયેલા આરોપીને ઉમરગામ પોલીસે ઝડપી પાડી પ્રશંસનીય કામગીરી કરી છે.

વલસાડ જિલ્લાના નાસતા ફરતા અને વોન્ટેડ આરોપીઓને ઝડપી પાડવા માટે પોલીસ મહાનિરીક્ષક પ્રેમવીર સિંહ (ત્ભ્લ્), જિલ્લા પોલીસ અધિક્ષક યુવરાજસિંહ જાડેજા (ત્ભ્લ્) તથા નાયબ પોલીસ અધિક્ષક બી. ઍન. દવેના માર્ગદર્શન હેઠળ ઉમરગામ પોલીસ સતત કાર્યવાહી કરી રહી હતી. આ દરમિયાન નરોલી પોલીસ સ્ટેશનના ગુનો નોંધ નંબર ૨૬/૨૦૨૬ હેઠળ ગ્ફલ્ કલમ ૩૦૫, ૩૩૧(૪) અને ૬૨ મુજબના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજુ ઉર્ફે રમેશ છેત્રી (નેપાળી), રહે. વાઘછીપા, સેલવાસ (દા.ન.હ.), મૂળ વતન નેપાળ, તા. ૧૩ જુલાઈના રોજ સવારે સેલવાસની નમો હોસ્પિટલમાંથી સારવાર દરમિયાન ફરાર થઈ ગયો હતો. આરોપીની શોધખોળ દરમિયાન ઉમરગામ પોલીસને મળેલી બાતમીના આધારે સંજાણ રેલવે સ્ટેશન નજીકથી તેને ઝડપી પાડવામાં આવ્યો હતો. ત્યારબાદ આરોપીને કાયદેસરની કાર્યવાહી માટે સંબંધિત પોલીસને સોંપવામાં આવ્યો હતો. આ કામગીરી દ્વારા ઉમરગામ પોલીસે ફરાર આરોપીને ઝડપી કાયદો અને વ્યવસ્થાની જાળવણીમાં મહત્વપૂર્ણ સફળતા મેળવી છે.