ડુંગરા પોલીસ લાઈનમાં વૃક્ષારોપણ કરાયું
- byDamanganga Times
- 14 July, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૧૩ ઃ ‘ઍક વૃક્ષમાંના નામ’ અભિયાન અંતર્ગત ડુંગરા પોલીસ લાઇન ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં નાયબ પોલીસ અધિક્ષક બી. ઍન. દવેની વિશેષ ઉપસ્થિતિ રહી હતી. તેમની સાથે પોલીસ ઇન્સ્પેક્ટર બી. ઍન. ગોહિલ, પોલીસ સબ ઇન્સ્પેક્ટર આર. કે. પ્રજાપતિ, ડુંગરા પોલીસ સ્ટેશનના અધિકારીઓ, કર્મચારીઓ તેમજ તેમના પરિવારજનો અને બાળકોઍ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.કાર્યક્રમ દરમિયાન શીતળ છાંયો અને ફળ આપતા વિવિધ પ્રકારના વૃક્ષોનું રોપણ કરવામાં આવ્યું હતું. ઉપસ્થિત તમામને વૃક્ષોનું પર્યાવરણ તેમજ માનવ જીવનમાં રહેલું મહત્વ સમજાવી વધુમાં વધુ વૃક્ષારોપણ અને તેના સંવર્ધન માટે પ્રેરિત કરવામાં આવ્યા હતા. વૃક્ષોનું યોગ્ય જતન થાય તે માટે પોલીસ પરિવારના દરેક પરિવારને ત્રણ-ત્રણ વૃક્ષોની સંભાળ અને ઉછેરની જવાબદારી પણ સોંપવામાં આવી હતી.
આ પ્રસંગે પોલીસ લાઇનમાં સ્વચ્છતા જાળવવા, પીવાના પાણીની વ્યવસ્થા સુચારુ રાખવા તેમજ પોલીસ લાઇનના રહેણાંક મકાનોનું યોગ્ય જતન અને જાળવણી કરવા અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી અને જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય પર્યાવરણનું સંરક્ષણ, હરિયાળી વધારવી અને વૃક્ષ સંવર્ધન પ્રત્યે જનજાગૃતિ લાવવાનો રહ્ના હતો. ઉપસ્થિત સૌઍ વધુમાં વધુ વૃક્ષો વાવી તેમના ઉછેર માટે પ્રતિબદ્ધ રહેવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો.
