Damanganga Times.

Damanganga Times.

July 14, 2026

વારોલી ખાડીમાંથી ઉમરગામના યુવાનની લાશ મળી

વારોલી ખાડીમાંથી ઉમરગામના યુવાનની લાશ મળી


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

ઉમરગામ, તા. ૧૩ ઃ ઉમરગામમાં બે બાળકોના પિતાઍ અગમ્ય કારણોસર વારોલી ખાડીમાં ઝંપલાવ્યું હોવાની ઘટનામાં સોમવારે સવારે તેમનો મૃતદેહ મળી આવતાં વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ છે. મળતી માહિતી મુજબ, ઉમરગામ પાલિકા વિસ્તારની હરિ રેસિડેન્સીમાં રહેતા ઍક વ્યવસાયીઍ રવિવારે સાંજે અગમ્ય કારણોસર બ્રિજ પરથી વારોલી ખાડીમાં ઝંપલાવ્યું હોવાની આશંકા છે. પરિવારજનોઍ તેમની શોધખોળ દરમિયાન બ્રિજ પરથી તેમનું બાઈક મળી આવતાં ઘટનાની જાણ સ્થાનિક તંત્રને કરી હતી.

માહિતી મળતાં જ સ્થાનિક તંત્ર અને બચાવ ટીમોઍ રાત્રે શોધખોળ શરૂ કરી હતી. જોકે અંધારું અને દરિયાની પ્રતિકૂળ પરિસ્થિતિને કારણે સફળતા મળી નહોતી. ત્યારબાદ સોમવારે વહેલી સવારે ઉમરગામ પાલિકા અને નોટિફાઇડ ફાયર વિભાગે સંયુક્ત રીતે ફરી સર્ચ ઍન્ડ રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું. લગભગ ત્રણ કલાકની સઘન શોધખોળ બાદ વારોલી ખાડીમાંથી મૃતદેહ મળી આવ્યો હતો. ઘટનાસ્થળે મોટી સંખ્યામાં લોકો ઍકત્ર થયા હતા. મૃતદેહ મળી આવતાં પરિવારજનોમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. પરિવારજનોના જણાવ્યા મુજબ, મૃતક મિકેનિકલ ક્ષેત્રમાં અનુભવી વ્યવસાયી હતા. તેમણે આ પ્રકારનું પગલું શા માટે ભર્યું તે અંગેનું ચોક્કસ કારણ હજુ સુધી સામે આવ્યું નથી. સમગ્ર મામલે પોલીસ દ્વારા આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.