Damanganga Times.

Damanganga Times.

July 14, 2026

ધરમપુરના કેળવણીની પ્રા. શાળાની બાળ વૈજ્ઞાનિક પ્રિયાંશી થોરાત જાપાનના શૈક્ષણિક પ્રવાસેથી પરત

ધરમપુરના કેળવણીની પ્રા. શાળાની બાળ વૈજ્ઞાનિક પ્રિયાંશી થોરાત જાપાનના શૈક્ષણિક પ્રવાસેથી પરત


ભારત સરકારના વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી મંત્રાલય દ્વારા આયોજિત પ્રતિષ્ઠિત સાકુરા સાયન્સ હાઈસ્કુલ પ્રોગ્રામ અંતર્ગત જાપાનના સફળ શૈક્ષણિક પ્રવાસે ગયેલી વલસાડ જિલ્લાની તેજસ્વી બાળ વૈજ્ઞાનિક કુમારી પ્રિયાંશીકુમારી કનુભાઈ થોરાત વૈશ્વિક વિજ્ઞાન અને અદ્યતન ટેકનોલોજીનો અદ્ભુત અનુભવ મેળવીને વતન પરત ફરી છે. ૨૮ જૂન થી ૪ જુલાઈ, ૨૦૨૬  દરમિયાન યોજાયેલ જાપાનની આ શૈક્ષણિક અભ્યાસ મુલાકાત પ્રવાસમાં ધરમપુર તાલુકાની કેળવણી પટેલ ફ. પ્રાથમિક શાળાની આ વિદ્યાર્થીની દેશભરમાંથી પસંદ થયેલા માત્ર ૫૬ પ્રતિભાવંત વિદ્યાર્થીઓના પ્રતિનિધિ મંડળમાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરી રહી હતી.

જાપાન સાયન્સ ઍન્ડ ટેકનોલોજી ઍજન્સીના નેજા હેઠળ યોજાયેલા આ આંતરરાષ્ટ્રીય ઍક્સચેન્જ પ્રોગ્રામ દરમિયાન પ્રિયાંશીકુમારીઍ જાપાનના વિશ્વપ્રસિદ્ધ વિજ્ઞાન કેન્દ્રો અને શૈક્ષણિક સંસ્થાઓની મુલાકાત લીધી હતી. પ્રવાસ દરમિયાન  પ્રિયાંશીઍ જાપાનની પ્રતિષ્ઠિત સ્પેસ ઍજન્સી ‘જેકસા સુકુબા સ્પેસ સેન્ટર’ની મુલાકાત લીધી હતી,  અને સેટેલાઇટ ટેકનોલોજી વિશે ઊંડાણપૂર્વક સમજ મેળવી હતી. જાપાનની સર્વશ્રેષ્ઠ ‘ટોક્યો યુનિવર્સિટી’ના મુખ્ય કૅમ્પસની મુલાકાત લઈને પ્રિયાંશીઍ ત્યાં ભૌતિકશાસ્ત્ર, ગણિત અને બ્રહ્માંડ વિજ્ઞાનના ક્ષેત્રે ચાલી રહેલા અદ્યતન સંશોધનોનો માહોલ નિહાળ્યો હતો.  પ્રવાસ દરમિયાન સમગ્ર જૂથ સાથે તેણે ટોક્યો યુનિવર્સિટીના જાણીતા વૈજ્ઞાનિકોના વ્યાખ્યાન પણ સાંભળ્યા હતા.  પ્રવાસના સફળ સમાપન બાદ તેને જેઍસટી  તરફથી પ્રતિષ્ઠિત સર્ટીફિકેટ અોફ અટીવમેન્ટ ઍનાયત કરાયું છે અને તે હવે વૈશ્વિક ‘સકુરા સાયન્સ ક્લબ’ની આજીવન સભ્ય બની ગઈ છે. અત્રે ઉલ્લેખનીય છે કે પ્રિયાંશીઍ વર્ષ ૨૦૨૨-૨૩માં મેળવેલ ઈન્સ્પાયર ઍવોર્ડના પ્રોજેક્ટ ‘યુનિવર્સલ હેન્ડલ ફોર કલીનીંગ’ સાથે તેણે રાષ્ટ્રીય કક્ષાઍ યોજાયેલ પ્રદર્શનમાં શ્રેષ્ઠ દેખાવ કરવાના કારણે તેની આ આંતરરાષ્ટ્રીય પ્રવાસની ટીમમાં પસંદગી થઇ હતી. ઍક અંતરિયાળ અને ગ્રામીણ પૃષ્ઠભૂમિ ધરાવતા વિસ્તારમાંથી વૈશ્વિક સ્તરે ટોક્યો યુનિવર્સિટી અને જાપાનની સ્પેસ ઍજન્સી સુધીની સફર સફળતાપૂર્વક પૂર્ણ કરીને પરત ફરેલી પ્રિયાંશી થોરાટ માટે સમગ્ર વલસાડ જીલ્લો આનદ અને ગૌરવની લાગણી અનુભવી સમગ્ર વલસાડ જિલ્લા શિક્ષણ વિભાગે પ્રિયાંશીની આ ઐતિહાસિક સફળતાને જિલ્લા માટે સુવર્ણ ક્ષણ ગણાવાઈ રહી છે.

 પ્રિયાંશીની આ સફરમાં દરેક તબક્કે શિક્ષકોથી લઈને વહીવટીતંત્રનો વિવિધ તબક્કે સહકાર મળ્યો હતો. પ્રિયાંશીનાં પિતા કનુભાઈ થોરાત અને માતા મનિષાબેન થોરાત પણ તેની આ સિદ્ધિથી ગૌરવાન્વિત અને ગદગદિત છે. પ્રિયાંશીની આ વૈશ્વિક સિદ્ધિ વલસાડ જિલ્લાના અન્ય હજારો ગ્રામીણ અને સરકારી શાળાના વિદ્યાર્થીઓ માટે વિજ્ઞાન, સંશોધન અને નવીન ટેકનોલોજીના ક્ષેત્રમાં આગળ વધવા માટે દીવાદાંડી સમાન અને પ્રેરણારૂપ સાબિત થશે.