Damanganga Times.

Damanganga Times.

July 14, 2026

થ્રીડીને ડીજીટલ યુ.ટી. મોડેલ તરીકે વિકસાવવા રજુઆત

થ્રીડીને ડીજીટલ યુ.ટી. મોડેલ તરીકે વિકસાવવા રજુઆત


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

દમણ, તા. ૧૩ ઃ સુરતમાં દુર સંચાર સલાહકાર સમિતિની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં દમણ-દીવના ઉમેશ પટેલે પણ ભાગ લીધો હતો. ખાસ કરીને દાદરા નગર હવેલી તથા દમણ-દીવમાં મોબાઈલ નેટવર્ક, કોલ ડ્રોપ તથા ઈન્ટરનેટ સ્પીડના પ્રશ્ને રજુઆત કરી હતી. તેમણે આ વિસ્તારના ઔદ્યોગિક વિસ્તારો, પ્રવાસસ્થળો અને આદિવાસી વિસ્તારને ધ્યાનમાં લઈ હાઈસ્પીડ કનેકટીવીટીનો આગ્રહ રાખ્યો છે. સાંસદ ઉમેશ પટેલે ખાનગી ટેલિકોમ કંપની વચ્ચે વધતી સ્પર્ધા અને સામાન્ય નાગરિકોના હિતોના મુદ્દા ઉપસ્થિત કરતાં બીઍસઍનલની ફોર-જી અને ફાઈવી-જી સેવાને સત્વરે વિસ્તરણ કરવા અને નેટવર્કનું આધુનિકીકરણ કરવા પર ભાર મુકયો હતો. તેમણે આ સંઘપ્રદેશને ડીજીટલ યુનિયન ટેરેટરી મોડેલ તરીકે વિકસિત કરવા માટે વિશેષ પેકેજ અને ૧૦૦ ટકા ફાયબર કનેકટીવી અને ફાઈવ-જી કવરેજની પણ માંગ કરી હતી. આ બેઠકમાં સુરતના સાંસદ મુકેશ દલાલ અને રાજયસભાના સાંસદ ગોવિંદભાઈ ધોળકિયા પણ ઉપસ્થિત રહ્ના હતાં.