Damanganga Times.

Damanganga Times.

July 29, 2026

ચોમાસામાં ધરમપુર તાલુકામાં તળેલા પાતરાનો ક્રેઝ

ચોમાસામાં ધરમપુર તાલુકામાં તળેલા પાતરાનો ક્રેઝ


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

ધરમપુર, તા. ૧૨ ઃ ધરમપુર તાલુકાના ફૂલવાડી વિસ્તારમાં ખાણીપીણીના શોખીનો માટે હાલ ચોમાસામાં તળેલા પાતરાની વાનગી નવા સ્વાદનું કેન્દ્ર બની છે.

ચોમાસાની ઋતુમાં ધરમપુર તાલુકાના રમણીય ધોધ પ્રકૃતિપ્રેમીઓ અને સહેલાણીઓને મોટી સંખ્યામાં ખેંચી લાવે છે. આવા સહેલાણીઓ ધોધની મુલાકાત બાદ ફૂલવાડી વિસ્તારમાં હાલ નવા સ્વાદનું કેન્દ્ર બનેલા ગરમાગરમ તળેલા પાતરાનો સ્વાદ માણતા ખાસ નજરે પડે છે.

સ્થાનિક વિક્રેતાઓના મતે, પાતરાની આ નવી પદ્ધતિ - જેમાં પરંપરાગત બાફેલા પાતરાને તળીને વધુ સ્વાદિષ્ટ બનાવવામાં આવે છે. ગ્રાહકોમાં ઝડપથી લોકપ્રિય બની રહી છે. ધરમપુર તાલુકામાં પ્રવાસન અને સ્થાનિક ખાણીપીણી વ્યવસાય સાથે જોડાયેલા વેપારીઓ આ નવા ટ્રેન્ડ થકી ઉભરેલી ઘરાકીથી ખુબ ખુશ દેખાઈ રહ્ના છે.