Damanganga Times.

Damanganga Times.

July 12, 2026

વાપી શાકમાર્કેટમાં પોપડો પડયો

વાપી શાકમાર્કેટમાં પોપડો પડયો


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

વાપી, તા. ૧૨ ઃ વાપી શહેરના વ્યસ્ત શાક માર્કેટ વિસ્તારમાં જર્જરીત મકાનનો પોપડો અચાનક નીચે પડતાં વેપારીઓ અને ગ્રાહકોમાં દોડધામ મચી ગઈ હતી. સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી, પરંતુ ઘટનાઍ બજારમાં ભયનો માહોલ સર્જ્યો હતો. જાણવા મળ્યા મુજબ વાપી મહાનગરપાલિકાઍ મકાનને જર્જરીત જાહેર કરી માલિકને નોટિસ આપી હતી. ત્યારબાદ માલિક દ્વારા ડિમોલિશનની કામગીરી શરૂ કરવામાં આવી છે, પરંતુ સ્થળ પર પૂરતી સુરક્ષા વ્યવસ્થા, બેરિકેડિંગ કે રાહદારીઓ માટે સલામત માર્ગની વ્યવસ્થા કરવામાં આવી ન હોવાનું વેપારીઓઍ જણાવ્યું હતું. વેપારીઓઍ મનપા તંત્રને તાત્કાલિક હસ્તક્ષેપ કરી સુરક્ષાના તમામ નિયમોનું પાલન કરાવી કામગીરી કરાવવાની માંગ કરી છે. વ્યસ્ત બજાર વિસ્તારમાં બેદરકારીથી કરવામાં આવતી ડિમોલિશન કામગીરીને કારણે કોઈ ગંભીર અકસ્માત સર્જાય તે પહેલાં યોગ્ય કાર્યવાહી થાય તેવી માંગ ઉઠી છે.