Damanganga Times.

Damanganga Times.

July 11, 2026

ચલામાં પાલતુ બિલાડીને પકડવા જતાં મહિલા સાતમા માળે પટકાતાં મોત

ચલામાં પાલતુ બિલાડીને પકડવા જતાં મહિલા સાતમા માળે પટકાતાં મોત


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

વાપી, તા.૧૦ ઃ ચલામાં પાળેલી બિલાડી પકડવા જતાં સાતમા માળેથી પટકાયેલી મહિલાનું  મોત  નિપજ્યું હતું. વાપીના ચલા મુકતાનંદ માર્ગ પર આવેલી ઍક સોસાયટીમાં સાતમા માળે રહેતી ઍક મહિલા પાળેલી બિલાડી ઘરમાંથી મેસેજમાં ભાગી જતાં તેને પકડવા જતાં સાતમા માળેથી પટકાતા મોત થયું છે.

બનાવની પ્રા મુજબ વાપી ચલા મુક્તાનંદ માર્ગ પર આવેલી ઓરો પ્રમુખ રેસિડેન્સીમાં પાંચમાં માળે રહેતી મહિલા વિજ્યાલક્ષ્મી ક્રિષ્ના નાયક ઉંમર વર્ષ ૩૭ ગત તા.૦૭ની રાત્રે ઘરમાં પાળેલી ઍક બિલાડી ફલેટમાંથી બહાર નીકળી પેસેજમાં ઘૂસી જતાં તેને પકડવા પાછળ દોડી હતી. આ બિલાડી સાતમા માળે જતી રહેતા તેને પકડવામાં મહિલા સાતમાં માળેથી દાદરના પેસેજમાં નીચે પટકાઈ હતી. ત્યાં તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ સોસાયટીના રહીશ કાર્તિક પંકજ મહેતાઍ વાપી ટાઉન પોલીસ સ્ટેશનમાં કરતા પોલીસે અકસ્માત મોતનો મોદી આગળ તપાસ હાથ ધરી છે.