Damanganga Times.

Damanganga Times.

July 11, 2026

દાનહમાં મતદારયાદી સુધારણા અભિયાનમાં ૨૨.૧૦ ટકા મતદારો ગેરહાજર

દાનહમાં મતદારયાદી સુધારણા અભિયાનમાં ૨૨.૧૦ ટકા મતદારો ગેરહાજર


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

સેલવાસ, તા.૧૦ ઃ ભારતના ચૂંટણી પંચ દ્વારા હાથ ધરાયેલા સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (લ્ત્ય્) દરમિયાન દાદરા અને નગર હવેલી સંસદીય મતવિસ્તારમાં દર પાંચમાંથી ઍક મતદારનું સ્થળ પર ચકાસણી દરમિયાન સત્યાપન થઈ શક્યું નહોતું. શુક્રવારે જાહેર કરાયેલી ડ્રાફટ મતદાર યાદી મુજબ કુલ ૨,૯૧,૬૭૨ નોંધાયેલા મતદારોમાંથી ૬૪,૪૭૩ મતદારો (૨૨.૧૦ ટકા) ગેરહાજર અથવા શોધી શકાયા નહીં તેવી શ્રેણીમાં નોંધાયા છે.

ચૂંટણી વિભાગના આંકડા મુજબ અભિયાન દરમિયાન ૨,૦૫,૯૯૮ મતદારો (૭૦.૬૩ ટકા) દ્વારા ઍન્યુમરેશન ફોર્મ જમા કરાવવામાં આવ્યા હતાં. ઉપરાંત ૧૩,૧૧૮ મતદારો (૪.૫૦ ટકા) કાયમી રીતે અન્યત્ર સ્થળાંતર કરેલા હોવાનું સામે આવ્યું, ૫,૫૮૧ મતદારો (૧.૯૧ ટકા) મૃત હોવાનું નોંધાયું જ્યારે *૨,૦૮૪ મતદારો (૦.૭૧ ટકા)ના નામ ઍકથી વધુ સ્થળે નોંધાયેલા હોવાનું જાણવા મળ્યું હતું.

આ મુદ્દે યોજાયેલી પત્રકાર પરિષદમાં આરડીસી (મુખ્યાલય) તથા ઇલેક્ટોરલ રજિસ્ટ્રેશન ઓફિસર અમિત કુમારે જણાવ્યું હતું કે ડ્રાફટ મતદાર યાદીમાં નામ ન હોય તો કોઈઍ ગભરાવાની જરૂર નથી.

તેમણે કહ્નાં, જો કોઈનું નામ ડ્રાફટ મતદાર યાદીમાં નથી તો તેઓ દાવા અને વાંધાની પ્રક્રિયા દરમિયાન અરજી કરી શકે છે. તે ઉપરાંત ચૂંટણી વિભાગમાં મતદાર નોંધણી સતત ચાલતી પ્રક્રિયા છે. જ્યાં સુધી કોઈ ચૂંટણી જાહેર કરવામાં આવી નથી ત્યાં સુધી પાત્ર નાગરિકો નવા મતદાર ઓળખપત્ર માટે અરજી કરી શકે છે.