ઉમરગામ પાલિકાના નવી સમિતિના અધ્યક્ષો સાથે સંકલન બેઠક યોજાઈ
- byDamanganga Times
- 11 July, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
ઉમરગામ, તા.૧૦ ઃ ઉમરગામ શહેરના સર્વાંગી વિકાસના સંકલ્પ ઉમરગામ નગરપાલિકા પ્રમુખ ખુશ્બુબેન જાદવની અધ્યક્ષતામાં ઉમરગામ નગરપાલિકામાં નવી સમિતિના અધ્યક્ષઓ તથા નગરપાલિકાના ઍસ.આઈ. સાથે પ્રથમ સંકલન બેઠક યોજાઈ હતી.
બેઠક દરમિયાન શહેરના વિકાસને વધુ ગતિ આપવા, સ્વચ્છતા, પીવાના પાણીની સુવિધા, રસ્તાઓ સહિતની પ્રાથમિક નાગરિક સુવિધાઓમાં સુધારો લાવવા અને કામગીરીને વધુ અસરકારક બનાવવા અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. તમામ સમિતિઓ વચ્ચે સંકલન અને ટીમવર્કથી શહેરના વિકાસને વેગ આપવા પર ભાર મૂકાયો હતો. નગરપાલિકા પ્રમુખ ખુશ્બુ શૈલેષ જાદવે જણાવ્યું હતું કે, સૌના સહકારથી ઉમરગામને વધુ સ્વચ્છ, સુંદર અને વિકસિત બનાવવાનો સંકલ્પ વધુ મજબૂત બન્યો છે. તેમણે જનસેવા ઍ જ અમારું પ્રથમ કર્તવ્ય હોવાનું જણાવી વિકાસલક્ષી કામગીરીને પ્રાથમિકતા આપવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો.
