Damanganga Times.

Damanganga Times.

July 11, 2026

વલસાડની બે વર્ષની ભૂલકીઍ ઍ કડકડાટ બોલી રેકર્ડ કર્યો

વલસાડની બે વર્ષની ભૂલકીઍ ઍ કડકડાટ બોલી રેકર્ડ કર્યો


વલસાડ, તા.૧૦ ઃ કહેવાય છે કે ઉંમર માત્ર ઍક આંકડો છે અને જો અસાધારણ બુદ્ધિ પ્રતિભા હોય તો નાનપણમાં પણ રાષ્ટ્રીય સ્તરે ડંકો વગાડી શકાય છે. વલસાડના તિથલ રોડ પર આવેલા પાલિહીલ વિસ્તારમાં રહેતી માત્ર ૨ વર્ષ અને ૨ મહિનાની નાનકડી બાળકી ખ્યાના સોહમ પટેલે આ વાતને અક્ષરશઃ સાબિત કરી બતાવી છે. આ નાની દીકરીઍ પોતાની અદભુત અને તીવ્ર યાદ શક્તિના જોરે પ્રતિષ્ઠિત ‘ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડ્સ ૨૦૨૬’ (ત્ઁફુર્જ્ઞ્ી ગ્ંંત્ત્ ંશ્ ય્ફૂણૂંશ્વફુસ્ન્ ૨૦૨૬) માં પોતાનું સ્થાન સુરક્ષિત કરીને સમગ્ર વલસાડ અને ગુજરાતનું ગૌરવ વધાર્યું છે.

ખ્યાનાઍ આંખના પલકારામાં ઍટલે કે માત્ર ૫ સેકન્ડથી પણ ઓછા સમયમાં સૌરમંડળના તમામ ૮ ગ્રહોના નામ બિલકુલ યોગ્ય અને સચોટ ક્રમમાં વાંચી તથા બોલી બતાવ્યા હતા. ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડ્સના ઈતિહાસમાં આટલી નાની ઉંમરે આ પ્રકારે વીજળીક ઝડપે રેકોર્ડ નોંધાયો હોય તેવી આ પ્રથમ જ અનોખી ઘટના છે. તેણીની આ અસાધારણ યાદશક્તિ અને બૌદ્ધિક કૌશલ્યને ધ્યાનમાં રાખીને ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડ્સ દ્વારા સત્તાવાર રીતે તેને ત્ગ્ય્ ઍચીવર (ત્ગ્ય્ ખ્ણૂત્ર્જ્ઞ્ફૂરુફૂશ્વ)નું ગૌરવપૂર્ણ બિરુદ ઍનાયત કરવામાં આવ્યું છે. આ અદભુત સિદ્ધિ બદલ દેશભરમાંથી તેની પ્રશંસા થઈ રહી છે.

બાળકી ખ્યાનાને વારસામાં જ બૌદ્ધિક સમૃદ્ધિ મળી છે કારણ કે તેના માતા-પિતા બંને તબીબી ક્ષેત્રે ખૂબ જ જાણીતું નામ છે, પિતા ડૉ. સોહમ કલ્પેશ પટેલ, જેઓ વલસાડ અને વાપી ખાતે ન્યૂરો સર્જન (ફફૂ્યશ્વં લ્્યશ્વફિંંઁ) તરીકે ફરજ બજાવે છે. જ્યારે માતા ડૉ. રુચિ સોહમ પટેલ (શાહ), જેઓ વલસાડની કસ્તુરબા હોસ્પિટલ માં ગાયનોકોલોજીસ્ટ તબીબ તરીકે સેવારત રહીને લોકોની સેવા કરી રહ્નાં છે. 

આ તબીબ દંપતીઍ પોતાના વ્યસ્ત સમયપત્રક વચ્ચે પણ પુત્રીના આંતરિક કૌશલ્યોને ઓળખી તેને સાચું માર્ગદર્શન આપ્યું છે, જેના કારણે આજે આ નાની ઉંમરે ખ્યાનાઍ રાષ્ટ્રીય સ્તરે આ સિદ્ધિ હાસિલ કરી છે. તિથલ રોડ સ્થિત પાલિહીલ નિવાસસ્થાને હાલ આ ખુશીના સમાચારથી કુટુંબ અને સ્નેહીજનોમાં ભારે આનંદનો માહોલ છે. ૅતારાઓ સુધી પહોંચતા રહો, નાની ખ્યાના! આ આકાશ તો તારા માટે માત્ર ઍક શરૂઆત છે.