પારડી-નાનાપોîઢા માર્ગ પર રાત્રે ઈકો કારને પિકઅપે ટક્કર મારતા ઍકનું મોત
- byDamanganga Times
- 11 July, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
પારડી, તા.૧૦ ઃ પારડીથી નાનાપોંઢા જતાં રોડ પર રાત્રિના સમયે ઍક બેકાબૂ મહેન્દ્રા પિકઅપ ટેમ્પો ચાલકે ઈકો કારને જોરદાર ટક્કર મારી હતી. આ કાળમુખા અકસ્માતમાં ઈકો કારમાં સવાર પિંકલ પટેલનો જીવ ગયો હતો. જ્યારે કારમાં સવાર અન્ય લોકોને ઈજાઓ પહોંચી છે.
પારડી તાલુકાના પંચલાઇ ગામે રહેતા પિંકલ પટેલ ગત રાત્રિના તેના મિત્ર નીલ પટેલની ઈકો કાર નં. ઞ્થ્-૧૫-ઘ્ઝ઼-૯૪૯૨ લઈને વલસાડ રેલ્વે સ્ટેશન ખાતે અન્ય સંબંધીઓને લેવા માટે ગયા હતાં. ત્યાંથી પરત ફરતી વખતે રાત્રિના આશરે ઍક વાગ્યાના સુખેશ રામપોર સાઈબાબા મંદિરની સામે નાનાપોંઢા જતાં રોડ પર સામેથી પુરઝડપે અને ગફલતભરી રીતે આવી રહેલી ઍક મહેન્દ્રા પિકઅપ ગાડી નં. પ્ણ્-૧૩-ઝ઼મ્-૦૨૮૩ના ચાલકે ઈકો કારને જોરદાર ટક્કર મારી દીધી હતી. અકસ્માતમાં ઈકો કારમાં સવાર પિંકલ પટેલ ઉ.વ. ૨૬ને માથા તેમજ શરીરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. જ્યારે કારમાં બેસેલા પાયલબેન, રીયાબેન અને સુહાનીબેનને પણ નાની મોટી ઈજાઓ થઈ હતી. ઘટના બાદ અકસ્માત સર્જીને પિકઅપ ચાલક પોતાની ગાડી ઘટનાસ્થળે જ મૂકીને ફરાર થઈ ગયો હતો. અકસ્માતની જાણ થતાં જ ઈજાગ્રસ્ત પિંકલને તાત્કાલિક ૧૦૮ ઍમ્બ્યુલન્સ મારફતે પારડી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના તબીબે તેને આજે વહેલી સવારે ૫.૪૫ વાગ્યે મૃત જાહેર કર્યો હતો. આ સમગ્ર ઘટના અંગે મૃતકના પિતા રાજેશભાઈ પટેલે પીકઅપ ચાલક વિરુદ્ધ પારડી પોલીસમાં ફરિયાદ આપતા પારડી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
