Damanganga Times.

Damanganga Times.

July 11, 2026

તારો અને મારો સાથ... પ્રીતનું અવિરત વહેતું ઝરણુ

તારો અને મારો સાથ... પ્રીતનું અવિરત વહેતું ઝરણુ


 લગ્નના બંધનમાં બંધાઈને આજે છવ્વીસ વર્ષ પૂર્ણ થયા. વર્ષો કેલેન્ડરમાં બદલાતા ગયા, ઋતુઓ બદલાતી રહી, સંજોગો બદલાયા, જવાબદારીઓ વધી... પરંતુ ઍક વસ્તુ ક્યારેય બદલાઈ નહીં – તારો અને મારો સાથ.
પ્રીત માત્ર શબ્દ નથી; તે ઍક ઍવો અહેસાસ છે, જે સમય સાથે જૂનો થવાને બદલે વધુ ઊંડો, વધુ મીઠો અને વધુ અર્થસભર બનતો જાય છે. લગ્નના આટલા વર્ષો પછી પણ આજે જ્યારે પાછળ વળી જોઈઍ છીઍ, ત્યારે લાગે છે કે જાણે ગઈકાલની જ વાત હોય.
ઍક તેવીસ વર્ષની યુવતી પોતાના માતા-પિતાનું આંગણું, બાળપણની યાદો અને ઓળખીતી દુનિયા છોડીને ઍક અજાણ્યા પરિવારમાં પ્રવેશે છે. મનમાં અસંખ્ય સપનાઓ, થોડી શંકાઓ, ઘણી આશાઓ અને ઍક જ ઇચ્છા—પ્રેમ અને સ્વીકાર. જો તેને ઍ ઘર પ્રેમ, સમજણ અને સન્માનથી સ્વીકારે, તો પછી જીવનના મોટા મોટા સંઘર્ષ પણ સહેલા લાગવા લાગે. ભૌતિક સુખ-સગવડો કરતાં પ્રેમ અને વિશ્વાસનું ઘર વધુ સમૃદ્ધ લાગે છે.
આજે પણ યાદ આવે છે તે દિવસો, જ્યારે બાઈકની પાછળની સીટ પર બેસીને ખુલ્લા રસ્તાઓ પર પવન સાથે વાતો કરતાં દરિયાકિનારે નીકળી પડતા. ખભા પર રાખેલો વિશ્વાસભર્યો હાથ જાણે આખા જીવનનો આધાર બની ગયો હતો. ઍ નાની નાની ક્ષણોમાં જ તો જીવનની સૌથી મોટી ખુશીઓ વસતી હતી.
સમય સાથે સંઘર્ષ આવ્યા. જવાબદારીઓ વધી. માતા-પિતા બનવાનો આનંદ મળ્યો. સંતાનોની સ્મિતમાં પોતાની દુનિયા વસાવી દીધી. નવા સંબંધો જોડાયા, કેટલાક સાથ છૂટી ગયા. ઘરમાં નવા લોકો આવ્યા, જીવનના અનેક રંગો બદલાયા. પરંતુ આ બધા પરિવર્તનોની વચ્ચે ઍક સંબંધ ઍવો રહ્ના, જે દરરોજ વધુ મજબૂત બનતો ગયો—તારો અને મારો સાથ.
આજે આપણે ઍકબીજાના માત્ર જીવનસાથી નથી રહ્ના; આપણે ઍકબીજાના મિત્ર, માર્ગદર્શક, હિંમત, આશરો અને મૌનને પણ સમજી લેતા સાથી બની ગયા છીઍ. હવે શબ્દો કરતાં આંખો વધુ વાતો કરે છે, અને હાજરી જ સૌથી મોટો વિશ્વાસ બની ગઈ છે.
છવ્વીસ વર્ષ પહેલાં શરૂ થયેલી આ સફર આજે પણ ઍટલી જ સુંદર લાગે છે. પ્રેમનું સાચું સૌંદર્ય કદાચ ઍ જ છે કે તેમાં સમયનો ભાર નથી પડતો; તે દરેક સવાર સાથે ફરીથી ખીલી ઊઠે છે.
મારી જીવનયાત્રાની સૌથી સુંદર ઓળખ જો કોઈ હોય, તો ઍ માત્ર ઍટલી જ છે—તારો અને મારો સાથ. આ સાથ જ મારી -ીત છે, મારી શક્તિ છે અને મારા જીવનનું સૌથી અમૂલ્ય આશીર્વાદ છે.