Damanganga Times.

Damanganga Times.

July 11, 2026

બી.કોમ.પછી શું ? અને જીવનલક્ષી બે પ્રશ્નો..

બી.કોમ.પછી શું ? અને જીવનલક્ષી બે પ્રશ્નો..


હવે ખૂબ ટૂંકા સમયમાં તમે વાણિજયના સ્નાતક બનશો યાને બી.કોમ.ની ડિગ્રી પ્રા કરશો. ત્યારે તમારી સમક્ષ હવે પછીની કારકિર્દી માટે તમારા મનમાં ત્રણ વૈકલ્પિક પ્રશ્નો ચોકકસપણે ઉપસ્થિત થતા હશે. પ્રથમ વિકલ્પે તમે બી.કોમ.ની ડિગ્રી બાદ આગળ વધુ અભ્યાસ કરવાનું લક્ષ્ય નક્કી કર્યું હશે. બીજા વિકલ્પમાં સ્નાતકની ડિગ્રી બાદ સર્વિસ યાને નોકરી માટે વિચારતા હશો અને ત્રીજો વિકલ્પ ઍ પણ ઉપલબ્ધ છે કે નાના–મોટા બિઝનેસ કે વ્યવસાય માટે પણ તમારા મનમાં વિચાર આવે ઍ ખૂબ જસ્વાભાવિક બાબત છે.
જો તમે વધુ અભ્યાસ માટે વિચારતા હોય અને ઍકાઉન્ટીંગમાં વધુ રસ હોય તો ચાર્ટર્ડ ઍકાઉન્ટન્ટ, ચાર્ટર્ડ ફિનાશ્યલ ઍનાલીસીસ, ચાર્ટર્ડ સેક્રેટરી કે કોસ્ટીંગના અભ્યાસ ત્ઘ્ષ્ખ્ કોર્સ માટે વિચારી શકો છે. મેનેજમેન્ટના અભ્યાસ માટે ઍમ.બી.ઍ. ઈન માર્કેટીંગ, ફાયનાન્સ, ઍચ.આર. અંગે વિચાર કરી શકાય. સરકારી ક્ષેત્રમાં આગળ ઉપર નોકરી માટેની ઈચ્છા હોય તો યુ.પી.ઍસ.સી., જી.પી.ઍસ.સી. જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓ આપીને તૈયારી કરી શકો. જો તમને ટીચીંગની કારકિર્દીમાં રસ હોય તો ઍમ.કોમ., બી.ઍડ્., ઍમ.ઍડ્. કે નેશનલ ઍલીજીબીલીટી ટેસ્ટ  કે સ્ટેટ ઍલીજીબીલીટી ટેસ્ટની  પરીક્ષા આપીને કે ઍમ.ફીલ., પી.ઍચ.ડી. કરી શકો છો. આ ઉપરાંત પણ માસ્ટર્સ ડિગ્રી મેળવવા માટે સ્ટેટીસ્ટીક્સ, ઈકોનોમિક્સ, લેબર વેલ્ફેર, સોશિયલ વેલ્ફેર, હયુમન રિસોર્સ, પબ્લિક ઍડમિનિસ્ટ્રેશન જેવા વિષયો લઈને અનુસ્નાતક ડિગ્રી પણ મેળવી શકો છો. બીજો વિકલ્પ છે નોકરીનો પરંતુ ગ્રેજયુઍટ્સ, પોસ્ટ ગ્રેજયુઍટ્સ થયેલા નોકરી વાંછુ ઉમેદવારોનો સ્ટોક આપણા દેશમાં ઍટલો બધો છે કે, નોકરી સહેલાઈથી મળતી નથી. અલબત્ત, નાની-મોટી નોકરી શોધો તો મળી રહે કારણ કે ઈન્ડસ્ટ્રીને પણ પોતાની જરૂરિયાત મુજબના માણસો મળતા નથી. નોકરી માટે જરૂરી લ્ત્ત્જ્ઞ્શ્રશ્રસ્ન્ ડેવલપ કરવી પડે ત્યારે તમારે નોકરીમાં ઍન્ટ્રી મેળવીને તમારી જાતને પુરવાર કરીને આગળ વધી શકો છો. નોકરીની સાથે સાથે તમે બ્ઁશ્રજ્ઞ્ઁફૂ કે ડિસ્ટન્સ લન`ગ મોડમાં અભ્યાસ ચાલુ રાખી શકો અને ત્રીજો વિકલ્પ ધંધો અથવા વ્યવસાયનો છે. અલબત્ત ધંધામાં ગળાકાપ સ્પર્ધા પ્રવર્તે છે. છતાં તમારું બિઝનેસ માઈન્ડ હોય તો નાના પાયે ધંધો શરૂ કરીને અથવા વ્યવસાય શરૂ કરીને ક્રમશઃ તમે આગળ વધી શકો છો.
હમણાં બે દિવસ પહેલાં જ ઍક સરસ મજાનો આર્ટિકલ વાંચ્યો. અમેરિકાના ગ્રેગરી સ્ટોક્સ નામના લેખકે ઍક પુસ્તક લખ્યું છે ઍ પુસ્તકનું નામ છેં ૅવ્ત્ર્ફૂ ગ્ંંત્ત્ ંશ્ મ્્યફૂસ્ન્દ્દજ્ઞ્ંઁસ્ન્.ૅ આ પુસ્તક વાર્તા નથી, નવલકથા નથી, કવિતા નથી કે કોઈ પ્રેરણાત્મક પુસ્તક પણ નથી. પરંતુ ફક્ત પ્રશ્નોનું જ આ પુસ્તક છે. પ્રશ્નો ઍટલે તમારી આગામી બી.કોમ.ની પરીક્ષામાં -‘પત્ર આવે છે તેવા પ્રશ્નોનું આ પુસ્તક નથી. પુસ્તકમાં પ્રશ્નો જરૂર છે, પરંતુ આ પુસ્તકમાં જે પ્રશ્નો છે તે જીવનલક્ષી છે કે સ્વનિરીક્ષણલક્ષી છે. આ પ્રશ્નો વાંચીને અને મનોમન ઉત્તરો મેળવીને ચોકકસપણે તમારામાં પરિવર્તન લાવી શકો અથવા તમારા જીવન અંગે તમને વિચારવા મજબૂર કરે ઍવા અનેક પ્રશ્નો આ પુસ્તકમાં છે. આ પુસ્તકના ઘણા પ્રશ્નો પૈકી મારે ફક્ત બે જ પ્રશ્નોની ચર્ચા આપની સમક્ષ કરવી છે.
પુસ્તકમાં ઍક પ્રશ્ન ઍવો છે કે તમારા જીવનની કઈ બાબત માટે તમે વધુમાં વધુ  આભારની લાગણી અનુભવો છો. આ પ્રશ્નનો જવાબ દરેક વિદ્યાર્થી અલગ અલગ વિચારી શકે છે. જેમ કે પરમકૃપાળુ પરમાત્માઍ મનુષ્ય તરીકે તમને જન્મ આપ્યો છે ઍટલું જ નહીં સુંદર હાથ, પગ, કાન, આંખ સાથે તમે જીવો છો તે શું પૂરતું નથી? ઍક સ્ટેપ આગળ વિચારીઍ તો તમારી વયજૂથના ઍકસોમાંથી ફકત પચ્ચીસ જેટલા જ યુવાન-યુવતીઓ ઉચ્ચશિક્ષણ મેળવવા સદ્ભાગી બને છે. તે પૈકીના તમે પણ ઍક છો. આવી તો અનેક બાબતો છે. શાંતિથી વિચારજો અને આભારની લાગણીઓની આખી યાદી બનાવશો તો દુનિયાના સૌથી ભાગ્યશાળી હોવાનું તમને સમજાશે.
વિદ્યાર્થી મિત્રો, સાચી લાગણીથી આભારના બે શબ્દો બોલવામાં કચાશ રાખશો નહીં. ઍક વાર્તા છે. ઍક વખત ઍક ફકીર રસ્તા ઉપરથી પસાર થઈ રહ્ના હતો ત્યારે ઍમની સાથે કેટલાક સાથીઓ પણ હતા. અચાનક ફકીરને રસ્તાના પથ્થરથી પગમાં ઠોકર વાગે છે. પગની આંગળીઓમાં લોહી નીકળે છે. તેણે પગે પાટો બાંધીને ઉપરવાળાનો આભાર માન્યો. ત્યારે સાથી મિત્રોઍ પૂછ્યું કે તમને પગમાં વાગ્યું અને લોહી નીકળ્યું છતાં પરમાત્માનો આભાર કેમ માન્યો? ત્યારે ફકીરે આપેલો જવાબ સાંભળવા જેવો છે.  આ પુસ્તકમાં બીજો ઍક પ્રશ્ન છે તમે કોઈની સિદ્ધિની કે સારી બાબતોનો બીજા સમક્ષ પ્રચાર કરો છો કે માત્ર તેની નકારાત્મક બાબતોને જ વેગ આપો છો? મારી દષ્ટિઍ આ પણ ઍક ખૂબ જ મહત્વનો પ્રશ્ન છે. આ પ્રશ્નનો ઉત્તર જ તમારી માનસિકતા દર્શાવે છે. ચિંતક ઈમર્સન જણાવે છે વ્યકિત કે જે શુદ્ધ અને સારા વિચાર સંસારમાં ફેલાવે છે તેનાથી સંસારમાં પરિવર્તન આવે છે. નકારાત્મક બાબતોને વેગ આપનાર બીજાની નિંદા કરવા સિવાય બીજું કંઈ કરી શકતા નથી. જે માણસ બીજાની સિદ્ધિઓને બિરદાવે છે તે જ માણસ પ્રગતિ કરી શકે છે. સ્વામી સચ્ચિદાનંદજીઍ પણ આજ વાત કરી છે. જે સમાજ ઍના ગુણીજનોનું અભિવાદન નથી કરતો તે સમાજ કાળક્રમે નષ્ટ પામે છે. ઍમ કહેવાય છે કે નકારાત્મક બાબતોને વેગ આપવાથી રૂમેટિઝમ યાને સંધિવા થાય છે. કોઈના વિષે ફરિયાદ કરવી કે તેની ખરાબ વાત કરવી ખૂબ જ સહેલી છે, ખામીઓ બતાવવી પણ ખૂબ જ સહેલી છે પરંતુ કોઈની સારી વાતનો પ્રચાર કરવો ખૂબ જ મુશ્કેલ છે. દુર્જનોની દુર્જનતા કરતાં સજજનોનું મૌન સમાજને વધારે નુકશાન કરે છે. ઍક માણસ ઍવો હતો કે તેને દરેક વાતમાં કંઈને કંઈ ખામી જ દેખાય. ઍક દિવસ ઍ માણસ ચાલતાં ચાલતાં થાકી ગયો. આરામ કરવા વડના ઝાડ નીચે બેઠો. ઍની નકારાત્મક વૃત્તિને પરિણામે ઍ વડની ઉપર વળગેલા નાના નાના ટેટાને જોઈને હસવા લાગ્યો અને ભગવાનની પણ ભૂલ કાઢીને બોલ્યો આ ભગવાન પણ કેવો મૂર્ખ છે કે આટલા મોટા વૃક્ષ ઉપર આવા નાના નાના ટેટા? ભગવાને કેટલી મોટી ભૂલ કરી છે ઍમ બોલીને પોતાની નકારાત્મકતાનું પ્રદર્શન કરતો હતો. બન્યું ઍવું કે આવું વિચારીને ભગવાન પર હસતો હતો અને ઉપરથી ઍક ટેટો તૂટીને ઍના માથા પર પડયો. તરત જ ઍનો વિચાર બદલાયો કે સારું થયું વડ પરના ટેટા નાના છે જો નાળિયેર જેવા ટેટા હોત તો આજે મારું માથું જફૂટી ગયું હોત! મિત્રો, વાતનો સાર ઍટલો જ છે કે જીવનમાં પોઝીટીવ ઍટીટ્યૂડ ધરાવનારા માણસો જ જીવનમાં આગળ વધી શકે છે કારણકે આવા માણસોથી જ દુનિયા ટકી રહી છે. બીજાના દોષ કે છિદ્ર કે ભૂલો જોનાર વ્યકિત જયાં પણ જાય છે ત્યાં તેને કંઈ સારું દેખાતું નથી. અન્ય લોકો સાથે તેને ફાવતું પણ નથી. વાસ્તવમાં જે વ્યકિતના અંતરમાં બુરાઈ છુપાયેલી છે તેને આખો સંસાર ખરાબ દેખાય છે. ઍક વખત યુધિષ્ઠિર અને દુર્યોધન ઍક મોટી સભામાં બેઠા હતા ત્યારે દુર્યોધનને પૂછવામાં આવ્યું કે તમને અહીં કેટલા સારા માણસો દેખાય છે. દુર્યોધને જવાબ આપ્યો કે મને અહીં ઍક પણ સારો માણસ દેખાતો નથી. આજ પ્રશ્ન જયારે યુધિષ્ઠિરને પૂછવામાં આવ્યો તો ઍમણે જવાબ આપ્યો મને અહીં બેઠેલા બધાજ માણસો સારા લાગે છે. કોઈ ખરાબ દેખાતો નથી. જીવન પરત્વેનો તમારો દૃષ્ટિકોણ કેવો છે તે ખૂબ જ મહત્ત્વનું છે. સારા કામનો પ્રચાર કરતા રહેવું જોઈઍ. ટી.વાય.બી.કોમ.ના મારા તમામ વિદ્યાર્થીઓને આગામી યુનિવર્સિટી પરીક્ષા માટે હૃદયપૂર્વક શુભકામના પાઠવું છું.  આગામી ઉનાળું વેકેશન દરમ્યાન તમારે શ્રજ્ઞ્શ્ફૂ સ્ન્ત્ત્જ્ઞ્શ્રશ્રસ્ન્ના વર્ગો કરવા હોય તો આપણે ૧૪/૬/૧૮ સુધી વિવિધ વર્ગો ચલાવીશું. જેનો લાભ લેવા અનુરોધ કરું છું.