Damanganga Times.

Damanganga Times.

July 11, 2026

પરિયારી ગ્રા.પં. દ્વારા વિદ્યાર્થીઓ માટે ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓની મુલાકાત લેવાઈ

પરિયારી ગ્રા.પં. દ્વારા વિદ્યાર્થીઓ માટે ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓની મુલાકાત લેવાઈ


(દમણગંગા ટાઈમ્સ પ્રતિતિનિધિ)
દમણ, તા.૧૦ ઃ વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ અંગે માર્ગદર્શન મળી રહે અને તેઓ પોતાના ભવિષ્યના અભ્યાસ તેમજ કારકિર્દી અંગે યોગ્ય નિર્ણય લઈ શકે તે હેતુથી પરિયારી ગ્રામ પંચાયત દ્વારા શૈક્ષણિક મુલાકાતનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમ અંતર્ગત ધોરણ-૧૦માં અભ્યાસ કરતા તેમજ ધોરણ-૧૦ પાસ કરેલા વિદ્યાર્થીઓને દમણની સરકારી ર્નસિંગ કોલેજ, સરકારી ઍન્જિનિયરિંગ કોલેજ, પોલિટેકનિક અને આઈટીઆઈની મુલાકાત કરાવવામાં આવી. વિવિધ સંસ્થાઓના પ્રતિનિધિઓઍ વિદ્યાર્થીઓને ઉપલબ્ધ અભ્યાસક્રમો, પ્રવેશ પ્રક્રિયા, ઉચ્ચ શિક્ષણની તકો તેમજ રોજગારલક્ષી કારકિર્દી અંગે વિગતવાર માહિતી આપી.
શૈક્ષણિક મુલાકાત દરમિયાન પરિયારી ગ્રામ પંચાયતના સરપંચ ભાવિક હળપતિ તથા જિલ્લા પંચાયતના પ્રમુખ ધરમભાઈ પટેલ વિદ્યાર્થીઓ સાથે ઉપસ્થિત રહ્ના હતા. તેમણે વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ તરફ આગળ વધવા અને પોતાના ભવિષ્યને ઉજ્જવળ બનાવવા માટે પ્રેરિત કર્યા. આયોજકોના જણાવ્યા મુજબ, આવા શૈક્ષણિક પ્રવાસોથી વિદ્યાર્થીઓને વિવિધ શૈક્ષણિક સંસ્થાઓ અને કારકિર્દીના વિકલ્પોની નજીકથી જાણકારી મળે છે, જે તેમના ભવિષ્યના અભ્યાસ માટે યોગ્ય દિશા પસંદ કરવામાં મદદરૂપ સાબિત થાય છે.