Damanganga Times.

Damanganga Times.

July 11, 2026

ધરમપુર ધોડીયા સમાજ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ૧૧ હજાર વિદ્યાર્થીઓને નોટબુક વિતરણ કરાયું

ધરમપુર ધોડીયા સમાજ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ૧૧ હજાર વિદ્યાર્થીઓને નોટબુક વિતરણ કરાયું


વલસાડ, તા. ૧૦ ઃ ધરમપુર  ધોડિયા સમાજ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા  ધરમપુર તાલુકાના ઓઝરપાડા, બિલપુડી, ખારવેલ, બારસોળ, રાનપાડા, બામટી, નાની વહીયાળ, કાકડકુવા, નાની ઢોલડુંગરી, મોટી ઢોલડુંગરી, વિરવલ, રાજપુરી તલાટ, તેમજ અન્ય આસપાસના ગામોની  સરકારી પ્રાથમિક શાળામાં બાલવાટીકાથી લઈ ધો. ૮ સુધીના દરેક વિદ્યાર્થીઓને વિનામૂલ્યે નોટબુકનું વિતરણ કરવામાં આવ્યુ હતું. આ તબક્કે સમાજના ટ્રસ્ટીગણ, ગામના આગેવાનો અને શિક્ષકગણ સાથે વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં હાજર રહ્ના હતા. આ ટ્રસ્ટ દ્વારા સમાજહિતને લગતી વિવિધ પ્રવૃતિઓ શરૂ કરવામાં આવી છે.
ટ્રસ્ટના પ્રમુખ વિજયભાઇ પાનેરિયા, ટ્રસ્ટીઓ કાર્તિકભાઇ ગરાસિયા, રાહુલભાઇ પટેલ, અશ્વિનભાઇ પટેલ, આશાબેન પટેલ, અભેસિંહભાઇ પટેલ, હસુમતીબેન પટેલ, સુનિલભાઇ પટેલ, કમલેશભાઈ, નરેશભાઈ, ધીરજભાઇ, રિતેશભાઇ સાથે અન્ય ટ્રસ્ટી ઉત્તમભાઈ, સુભાષભાઈ અને જયંતિભાઈ સહિત મહાનુભાવોના હસ્તે નોટબુકનું વિતરણ કરવામાં આવ્યું હતું. ગામના આગેવાન જિજ્ઞેશભાઈ, રાજેશભાઇ, ધીરુભાઇ, જયેશભાઈ અને પ્રમોદભાઇ વગેરેઍ હાજરી આપી કાર્યક્રમની શોભા વધારી હતી. કાર્યક્રમના અંતે વિદ્યાર્થીઓઍ ખુશીની લાગણી અનુભવી હતી.