માંકડબન સીટ જી.પં. સભ્યની ખોટી ઓળખ આપી ધાક-ધમકી અપાતી હોવાની ડીડીઅોને ફરિયાદ
- byDamanganga Times
- 11 July, 2026
વલસાડ, તા.૧૦ ઃ વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકામાં આવેલ માંકડબન જિલ્લા પંચાયત સીટના સભ્ય તરીકેની ખોટી ઓળખ આપી લોકો અને સરકારી કર્મચારીઓને ધાક-ધમકી આપવા બાબતે વલસાડ જિલ્લા વિકાસ અધિકારી ને ઍક લેખિત અરજી દ્વારા રજૂઆત કરવામાં આવી છે.
માંકડબન સીટના રહીશ જેહીરામભાઈ રામાભાઈ ગાંગોડા માંકડબન બેઠક પર હાલમાં જિલ્લા પંચાયત સભ્ય હીનાબેન નાનુભાઈ દીવા છે. છેલ્લા કેટલાક સમયથી તુત્તરખેડ મંદિર ફળિયા ધરમપુર ના રહીશ વિપુલકુમાર શંકરભાઈ રાઉત નામના વ્યક્તિ પોતાની જાતને આ સીટના જિલ્લા પંચાયત સભ્ય તરીકે ઓળખાવી રહ્ના છે. આક્ષેપ કરાયો છે કે, આ ત્રાહિત વ્યક્તિ વિસ્તારના ગામડાઓમાં ફરીને લોકો તથા સરકારી કર્મચારીઓને ધાક-ધમકી આપી રોફ જમાવે છે. આ ઉપરાંત, પોતાના ખોટા વીડિયો બનાવીને સોશિયલ મીડિયામાં વાયરલ કરી રહ્ના છે. આ વ્યક્તિ પોતે બીટ કોઈન નો કારોબાર કરી લોકોના કરોડો રૂપિયાની છેતરપિંડી કરી ચૂક્યો છે. ઍટલું જ નહીં, તુત્તરખેડ ગામે આવેલી ૩ ઍકર જેટલી રેવન્યુ સીર પડતર સરકારી જમીન પર ગેરકાયદેસર કબજો કરી વાડી પણ ઊભી કરી દીધી છે. અરજીમાં જણાવવામાં આવ્યું છે કે છેલ્લા ૨ મહિનાથી ખોટા આક્ષેપો કરી સ્થાનિકોને માનસિક ત્રાસ આપવામાં આવી રહ્ના છે, જેના કારણે ગ્રામજનો અને આગેવાનોમાં ભારે આક્રોશ છે. આ મામલે કાયદાકીય ગુનો બનતો હોઈ, ઝ઼ઝ઼બ્ ને આ સમગ્ર પ્રકરણમાં ત્રાહિત વ્યક્તિ વિરુદ્ધ જરૂરી તપાસ કરી તાત્કાલિક કાયદેસરની કાર્યવાહી કરવા નમ્ર વિનંતી કરવામાં આવી છે.
