Damanganga Times.

Damanganga Times.

July 11, 2026

સલવાવની શ્રી ઘનશ્યામ વિદ્યામંદિરને સક્ષમ શાળા પુરસ્કારમાં બે કેટેગરીમાં પ્રથમ સ્થાન

સલવાવની શ્રી ઘનશ્યામ વિદ્યામંદિરને સક્ષમ શાળા પુરસ્કારમાં બે કેટેગરીમાં પ્રથમ સ્થાન


વાપી, તા. ૧૦ ઃ વાપી તાલુકાના સલવાવ સ્થિત શ્રી સ્વામિનારાયણ શિક્ષણ સેવા કેન્દ્ર સંચાલિત શ્રી ઘનશ્યામ વિદ્યામંદિર પ્રાથમિક શાળા (ગુજરાતી માધ્યમ)ઍ શિક્ષણ અને સ્વચ્છતા ક્ષેત્રે વધુ ઍક ગૌરવપૂર્ણ સિદ્ધિ હાંસલ કરી છે.
યુનિસેફ, સમગ્ર શિક્ષા ભારત, જિલ્લા પ્રોજેક્ટ કો-ઓર્ડિનેટર તેમજ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી વલસાડના સંયુક્ત ઉપક્રમે રાજ્યભરમાં સક્ષમ શાળા સર્વે હાથ ધરવામાં આવ્યો હતો. સર્વેના આધારે શ્રેષ્ઠ કામગીરી કરનાર શાળાઓને વિવિધ કેટેગરીમાં ક્રમ આપવામાં આવ્યો હતો.
આ સર્વેમાં શ્રી ઘનશ્યામ વિદ્યામંદિર, સલવાવે ૅર્ષ્ીદ્દફૂશ્વૅ તેમજ ૅઝ઼જ્ઞ્ર્સ્ન્ીસ્ન્દ્દફૂશ્વ ય્જ્ઞ્સ્ન્ત્ત્ ય્ફૂફુ્યણૂદ્દજ્ઞ્ંઁ ઍમ બંને કેટેગરીમાં પ્રથમ સ્થાન પ્રા કરી પ્રતિષ્ઠિત સક્ષમ શાળા પુરસ્કારૅ મેળવ્યો છે. સર્વે દરમિયાન શાળાઍ બાળકોમાં સ્વચ્છતા, હરિયાળી, પાણીનું સંરક્ષણ, શૌચાલયનો યોગ્ય ઉપયોગ, આરોગ્ય જાગૃતિ, જમીનનું સંરક્ષણ, સલામતી તથા વર્તન પરિવર્તન જેવા મૂલ્યોનું સફળ સંવર્ધન કર્યું હતું. આ ઉત્કૃષ્ટ કામગીરી બદલ શાળાને તાલુકા કક્ષાઍ બે કેટેગરીમાં પ્રથમ સ્થાન પ્રા થયું છે. જિલ્લા શિક્ષણ તંત્ર દ્વારા શાળાના વિદ્યાર્થીઓ, શિક્ષકો અને મંડળના સભ્યોને અભિનંદન પાઠવી શાળા અન્ય શૈક્ષણિક સંસ્થાઓ માટે પ્રેરણારૂપ બને તેવી શુભેચ્છા વ્યક્ત કરવામાં આવી છે. આ ગૌરવપૂર્ણ સિદ્ધિ બદલ સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી  તેમજ સમગ્ર શાળા પરિવારે શાળાના આચાર્ય ચંદ્રવદન પટેલ અને સમગ્ર શિક્ષકગણને હાર્દિક અભિનંદન પાઠવ્યા હતા.