વાપીની કેબીઍસ કોલેજ ગુજરાત સ્ટેટ ચેમ્પિયનશિપમાં ગ્રેપલર્સે૧૪ મેડલ મેળવ્યા
- byDamanganga Times
- 11 July, 2026
વાપી, તા.૧૦ ઃ અત્રે ચણોદ કોલોની સ્થિત વાપીની ધ્ગ્લ્ કોમર્સ અને નટરાજ પ્રોફેશનલ સાયન્સીસ કોલેજે ૫ જુલાઈ ૨૦૨૬ ના રોજ નવસારીની સર સી.જે.ઍન.ઝેડ. સ્કૂલ ખાતે યોજાયેલી ૬ઠ્ઠી ગુજરાત સ્ટેટ ગ્રેપલિંગ ચેમ્પિયનશિપ અને સિલેક્શન ૨૦૨૬ માં પ્રભાવશાળી દેખાવ કરી ૧૪ મેડલ મેળવીને તેની રમતગમત સિદ્ધિઓમાં વધુ ઍક ગૌરવપૂર્ણ પ્રકરણ ઉમેર્યું છે. કોલેજના ખેલાડીઓઍ નો-જી અને જી બંને કેટેગરીમાં ઉત્કૃષ્ટ પ્રતિભા, નિડ્ઢય અને શિસ્તનું પ્રદર્શન કર્યું, તેમના નોંધપાત્ર પ્રદર્શન માટે પ્રશંસા મેળવી. નો-જી કેટેગરીમાં, અનુરાગ મિશ્રા (ટી.વાય.બી.કોમ.) અને નીતિન દુબે (ટી.વાય.બી.કોમ.) ઍ ગોલ્ડ મેડલ જીત્યા, પ્રિયાંશુ સિંઘ (ઍસ.વાય.બી.કોમ.) ઍ સિલ્વર મેડલ જીત્યો, જ્યારે યશ પાટીલ (ટી.વાય.બી.કોમ.), નીરવ યાદવ (ઍસ.વાય.બી.કોમ.), અને તુષાર દુબે (ટી.વાય.બી.કોમ.) ઍ બ્રોન્ઝ મેડલ મેળવ્યા. જી- કેટેગરીમાં, અનુરાગ મિશ્રા અને નીતિન દુબેઍ ફરી ઍકવાર ગોલ્ડ મેડલ જીત્યા. પ્રિયાંશુ સિંઘ, નીરવ યાદવ અને તુષાર દુબેઍ સિલ્વર મેડલ જીત્યા, જ્યારે યશ પાટીલ, આદિત્ય સિંઘ (ટી.વાય.બી.કોમ.), અને ક્રિશ ચૌમાસા (ઍસ.વાય.બી.કોમ.) ઍ બ્રોન્ઝ મેડલ જીત્યા. રમતની તાલીમ, માર્ગદર્શન અને પ્રેરણા રમત-ગમતના મદદનીસ પ્રાધ્યાપક ડૉ.મયુર પટેલ અને શ્રી રોહિત સિંહ દ્વારા આપવામાં આવ્યું હતું. આમ રાજ્ય સ્તરે કોલેજનું નામ રોશન કરવા બદલ મેડલ વિજેતાઓને અભિનંદન આપતા, પ્રિન્સિપાલ ડૉ. પૂનમ બી. ચૌહાણે તેમના સમર્પણ, શિસ્ત અને ઉત્કૃષ્ટ પ્રદર્શનની પ્રશંસા કરી ભવિષ્યની સ્પર્ધાઓમાં તેમની સતત સફળતાની શુભેચ્છા પાઠવી હતી.
