Damanganga Times.

Damanganga Times.

July 11, 2026

પારડી પાલિકાની સામાન્યસભા યોજાઈ

પારડી પાલિકાની સામાન્યસભા યોજાઈ


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
પારડી, તા. ૧૦ ઃ પારડી નગરપાલિકાની સામાન્ય સભા આજરોજ પાલિકા સભાખંડમાં મળી હતી જે સામાન્ય સભામાં ખાસ સામાન્ય સભાની કાર્યવાહી નોંધ ને બહાલી તથા કારોબારી સભાની કાર્ય નોંધ ને બહાલી આપી રસ્તા સાથે વિવિધ વિકાસના કાર્યોને લીલી ઝંડી આપવામાં આવી હતી આ સભામાં કોંગ્રેસ અને ભાજપના સભ્યોઍ વિવિધ પ્રજાલક્ષી પ્રશ્નો રજૂ કર્યા હતા અને હિસાબ બાબતે ખુલાસો માંગ્યો હતો આ સામાન્ય સભા માં ઍજન્ડા ઉપર માત્ર બે જ મુદ્દા હતા. બંને ઠરાવ મંજૂર કરવામાં આવ્યા હતાં. સભામાં વિરોધ પક્ષના નેતા કોંગ્રેસના બીપીનભાઈ પટેલ કે જેમણે ગત સામાન્ય સભામાં મંજૂર કરવામાં આવેલ હિસાબો બાબતે ખુલાસો માંગ્યો હતો અને બાબા સાહેબ આંબેડકરની સભાખંડમાં તકતી અને ભગવાન બિરસા મુંડા સર્કલના નિર્માણના થયું હોય જેથી તાત્કાલિક કરવા માંગણી કરી હતી.  
ભાજપના વોર્ડ નંબર ૭ ના સભ્ય અને શાસક પક્ષના નેતા નેહાબેન ભંડારીઍ ભેંસલા પાડ ડમ્પિંગ  સાઈડના તમામ મશીનો બંધ પડ્યા હોય ઍને બહારગામના લોકો પાસેથી કચરો નિકાલ કરવા માટે પૈસા લેવામાં આવી રહ્ના હોવાના આક્ષેપ કર્યા હતા અને ઍની તપાસ માંગી હતી. કોંગ્રેસના વોર્ડ નંબર ત્રણના સભ્ય પરવેઝભાઈઍ પણ ડમ્પિંગ સાઈડ કચરા નિકાલનો મુદ્દો ઉઠાવ્યો હતો.
જનતાના કામો કરાવવા માટે કોર્પોરેટરને ચીફ ઓફિસરની રાહ જોવી પડે ઍવો ઍમણે આક્ષેપ કર્યો હતો. સભ્ય વનિતાબેન પટેલે  વોર્ડ નંબર ત્રણમાં પ્રિમોન્સૂન કામગીરી કરવામાં આવી નથી ઍવા આક્ષેપ કર્યો હતો. આ સિવાયના જે વિવિધ પ્રશ્નો સભ્ય તરફથી રજૂ કરવામાં આવ્યા હતા ઍનો નિકાલ કરવા માટે ચીફ ઓફિસર કોમલબેને તમામ સભ્યોને સભામાં ખાતરી આપી હતી.