મોરાઈમાં ૩૧.૨૫૦ ગ્રામ ગાંજા સાથે ૧ ઝડપાયો
- byDamanganga Times
- 10 July, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૦૯ ઃ વલસાડ જિલ્લા પોલીસ દ્વારા માદક પદાર્થોના ગેરકાયદે વેપાર અને હેરાફેરી સામે ચલાવવામાં આવતી કાર્યવાહી અંતર્ગત ઍસઓજીની ટીમે વાપી તાલુકાના મોરાઈ વિસ્તારમાંથી ઍક આરોપીને ગાંજાના જથ્થા સાથે ઝડપી પાડ્યો છે. પોલીસને મળેલી બાતમીના આધારે ઍસઓજીના અધિકારીઓઍ મોરાઈ સ્થિત વેલસ્પન કંપનીની ફેક્ટરી નજીક આવેલા પતરાના શેડમાં દરોડો પાડ્યો હતો. ત્યાંથી પોલીસે બિહાર રાજ્યના પડ્ઢિમ ચંપારણ જિલ્લાના રહેવાસી અને હાલ મોરાઈ ખાતે રહેતા રતન પરમેશ્વર સાહ (ઉ.વ. ૩૧)ને ઝડપી પાડ્યો હતો. તપાસ દરમિયાન આરોપી પાસેથી ૦.૧૨૫ કિલોગ્રામ (૧૨૫ ગ્રામ) ગાંજો કિંમત રૂ. ૩૧,૨૫૦, ઍક મોબાઇલ ફોન, રોકડ રકમ તેમજ ગાંજો ભરવા ઉપયોગમાં લેવાતી થેલી મળી કુલ રૂ. ૫૧,૯૦૦નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. આરોપી વિરુદ્ધ ફઝ઼ભ્લ્ ઍક્ટની કલમ ૮(સી), ૨૦(બી)(ત્ત્)(ખ્) અને ૨૯ હેઠળ વાપી ટાઉન પોલીસ મથકે ગુનો નોંધવામાં આવ્યો છે. સમગ્ર કાર્યવાહી ઍસઓજી વલસાડની ટીમે હાથ ધરી હતી અને હવે ગાંજો ક્યાંથી લાવવામાં આવ્યો તેમજ અન્ય કોઈ સંડોવણી છે કે નહીં તે દિશામાં વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.
