Damanganga Times.

Damanganga Times.

July 29, 2026

નવસારીમાં પાણી ભરાયેલ વિસ્તારોમાં આરોગ્ય વિભાગે કામગીરી હાથ ધરી

નવસારીમાં પાણી ભરાયેલ  વિસ્તારોમાં આરોગ્ય વિભાગે કામગીરી હાથ ધરી


(દમણગંગા ટાઈમ્સ)
નવસારી, તા. ૦૯ ઃ નવસારી જિલ્લામાં તાજેતરના ભારે વરસાદ અને પૂર જેવી પરિસ્થિતિને પગલે  અસરગ્રસ્ત વિસ્તારોમાં આરોગ્ય વિભાગ દ્વારા રોગચાળા પર દેખરેખ (ઝ઼જ્ઞ્ર્સ્ન્ફૂસ્ન્ફૂ લ્્યશ્વરુફૂજ્ઞ્શ્રર્શ્રીઁણૂફૂ), મચ્છરજન્ય રોગ નિયંત્રણ (સ્ફૂણૂદ્દંશ્વ ઘ્ંઁદ્દશ્વંશ્ર ખ્ણૂદ્દજ્ઞ્રુજ્ઞ્દ્દક્ક), મેડિકલ કેમ્પો તેમજ નિવારક આરોગ્યલક્ષી કામગીરી સઘન રીતે હાથ ધરવામાં આવી રહી છે. આરોગ્ય વિભાગની ટીમો દ્વારા અસરગ્રસ્ત ગામો અને વિસ્તારોમાં તાવ, ઝાડા-ઊલટી સહિતના ચેપી રોગોની સતત દેખરેખ રાખવામાં આવી રહી છે. મઅસરગ્રસ્ત વિસ્તારોમાં આરોગ્ય તપાસ, જરૂરી દવાઓનું વિતરણ અને પ્રાથમિક સારવાર માટે મેડિકલ કેમ્પોનું આયોજન કરવામાં આવી રહ્નાં છે. સાથે જ ક્લોરિનની ગોળીઓનું વિતરણ, શુદ્ધ પીવાના પાણીના ઉપયોગ અંગે માર્ગદર્શન, સ્વચ્છતા અંગે જનજાગૃતિ અને રોગચાળો ન ફેલાય તે માટે જરૂરી નિવારક પગલાં લેવામાં આવી રહ્ના છે. આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરવા તેમજ આરોગ્ય વિભાગની સૂચનાઓનું પાલન કરવા અપીલ કરવામાં આવી છે.