ઉમરગામ જીઆઇડીસી પોલીસ ચોકીમાં વૃક્ષારોપણ કરાયું
- byDamanganga Times
- 10 July, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
ઉમરગામ, તા. ૦૯ ઃ ઉમરગામ જીઆઇડીસીની નવનિર્મિત પોલીસ ચોકી પરિસરમાં ‘ઍક પેડ મા કે નામ’ અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે ઉમરગામના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર બી.આર. બેરા, પીઍસઆઈ ઍન.સી. સગર તથા પોલીસ જવાનોઍ વૃક્ષોનું રોપણ કર્યું હતું. અગાઉ સરીગામ પોલીસ આઉટ પોસ્ટ ખાતે પણ વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.
વૃક્ષારોપણ બાદ ઉપસ્થિત તમામ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓઍ રોપાયેલ વૃક્ષોના જતન અને ઉછેર માટે કટિબદ્ધતા વ્યક્ત કરી હતી. કાયદો અને વ્યવસ્થાની જવાબદારી વચ્ચે પણ પોલીસ વિભાગે પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપી સમાજને પ્રેરણા પૂરી પાડી હતી.
