Damanganga Times.

Damanganga Times.

July 29, 2026

સિલ્ધાની શાળામાં રાજ્ય બાળસંરક્ષણ અધિકાર આયોગના અધ્યક્ષનો સંવાદ

સિલ્ધાની શાળામાં રાજ્ય બાળસંરક્ષણ અધિકાર આયોગના અધ્યક્ષનો સંવાદ


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
નાનાપોîઢા, તા. ૦૯ ઃ કપરાડા તાલુકાની સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા, સિલ્ધા ખાતે તા.૬ જુલાઈ, ૨૦૨૬ના રોજ ગુજરાત રાજ્ય બાળસંરક્ષણ અધિકાર આયોગના અધ્યક્ષ ધર્મિષ્ઠાબેન ગજ્જરે શાળાની મુલાકાત લીધી હતી. મુલાકાત દરમિયાન તેમણે વિવિધ વર્ગોના વિદ્યાર્થીઓ સાથે આત્મીયતાપૂર્વક સંવાદ સાધ્યો અને તેમના અભ્યાસ, કારકિર્દી તથા ભવિષ્યના લક્ષ્યો અંગે જાણકારી મેળવી હતી.
ગજ્જરે વિદ્યાર્થીઓને બાળઅધિકારો અંગે માર્ગદર્શન આપતાં જણાવ્યું હતું કે દરેક બાળકને શિક્ષણ, સુરક્ષા અને વિકાસનો સમાન અધિકાર છે. તેમણે વિદ્યાર્થીઓને કોઈપણ સંજોગોમાં અભ્યાસ અધૂરો ન છોડવા, ઉચ્ચ શિક્ષણ પ્રા કરવા અને જીવનમાં આત્મવિશ્વાસ સાથે આગળ વધવા પ્રેરણા આપી હતી. વિદ્યાર્થીઓઍ પણ ઉત્સાહપૂર્વક તેમની સાથે ચર્ચામાં ભાગ લીધો હતો. આ મુલાકાત બદલ સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા, સિલ્ધા પરિવાર દ્વારા ધર્મિષ્ઠાબેન ગજ્જરનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.