Damanganga Times.

Damanganga Times.

July 29, 2026

વાપી સ્ટેશને મુંબઈથી બુધવારે ૧૦ જેટલી ટ્રેનો આવી, સુરત તરફ રવાના

વાપી સ્ટેશને મુંબઈથી બુધવારે ૧૦ જેટલી ટ્રેનો આવી, સુરત તરફ રવાના


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૦૮ ઃ મુંબઈમાં ભારે વરસાદને પગલે નાલાસોપારા અને પાલઘર રેલવે સ્ટેશનો વચ્ચે ટ્રેક પર પાણી ભરાઈ જતાં છેલ્લા બે દિવસથી ખોરવાયેલો ટ્રેન વ્યવહાર હવે ધીમે ધીમે પૂર્વવત્ થવા માંડ્યો છે. બુધવારે સ્થિતિમાં સુધારો નોંધાતા મુંબઈ તરફથી આવતી આશરે ૧૦ જેટલી ટ્રેનો વાપી રેલવે સ્ટેશને પહોંચી હતી અને ત્યારબાદ સુરત સહિત ઉત્તર દિશામાં તેમના નિર્ધારિત માર્ગે રવાના કરવામાં આવી હતી.
ભારે વરસાદના કારણે પડ્ઢિમ રેલવેને અનેક ટ્રેનોના સંચાલનમાં ફેરફાર કરવાની ફરજ પડી હતી. મંગળવારે કેટલીક ટ્રેનોને વચ્ચે જ અટકાવવામાં આવી હતી, જ્યારે બુધવારે પણ સૂર્યનગરી ઍક્સપ્રેસ, ગંગાનગર ઍક્સપ્રેસ અને દાદર તરફની કેટલીક ટ્રેનોને વાપી સહિત વિવિધ સ્ટેશનો પર શોર્ટ ટર્મિનેટ કરવાની કાર્યવાહી કરાઈ હતી. જોકે ટ્રેક પરથી પાણી ઓસરતાં રેલવે તંત્રઍ તબક્કાવાર ટ્રેન વ્યવહાર ફરી શરૂ કર્યો હતો. વાપી સ્ટેશને મુસાફરોની ભારે અવરજવર જોવા મળી હતી. રેલવે અધિકારીઓ સતત પરિસ્થિતિ પર નજર રાખી રહ્ના છે. વાપીના સ્ટેશન માસ્ટરના જણાવ્યા મુજબ યાત્રીઓની સુવિધા માટે ત્રણ દિવસથી સ્ટેશન ઉપર હેલ્પ ડેસ્ક શરૂ કરવામાં આવ્યું છે.