Damanganga Times.

Damanganga Times.

July 29, 2026

વાપીમાં વાહનચાલકો નિયમબદ્ધ પાકિં*ગ કરતાં જોવા મળ્યાં

વાપીમાં વાહનચાલકો નિયમબદ્ધ પાકિં*ગ કરતાં જોવા મળ્યાં


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૦૮ ઃ વાપી શહેરમાંથી પસાર થતા નેશનલ હાઈવેના સર્વિસ રોડ તથા સેલવાસ રોડ, ગુંજન વિસ્તાર પર લાંબા સમયથી ટ્રક તેમજ અન્ય વાહનોના આડેધડ ર્પાકિંગને કારણે ટ્રાફિકની સમસ્યા સર્જાતી હતી. આ મુદ્દે ટ્રાફિક પોલીસ દ્વારા હાથ ધરાયેલી કડક કાર્યવાહી બાદ હવે સર્વિસ રોડ પર વાહનચાલકો નિયમબદ્ધ રીતે ર્પાકિંગ કરતા જોવા મળી રહ્ના છે.
તાજેતરમાં વાપી ટ્રાફિક પોલીસ સ્ટેશનના પીઆઈ કાનાણીના માર્ગદર્શન હેઠળ ટ્રાફિક પોલીસની ટીમે સર્વિસ રોડ, સેલવાસ રોડ,જીઆઇડીસી, ગુંજન વિસ્તાર પર વિશેષ ડ્રાઇવ હાથ ધરી હતી. આ દરમિયાન નિયમોનો ભંગ કરીને રસ્તા પર વાહનો પાર્ક કરનાર ટ્રક ચાલકો સહિત અન્ય વાહનચાલકો સામે ગુના નોંધવામાં આવ્યા હતા તેમજ દંડની કાર્યવાહી પણ કરવામાં આવી હતી. પોલીસની આ કાર્યવાહીથી વાહનચાલકોમાં નિયમો પ્રત્યે જાગૃતિ આવી છે અને સર્વિસ રોડ પર વાહનો વ્યવસ્થિત પાર્ક કરતાં જોવા મળી રહ્ના છે. ટ્રાફિક વિભાગ પોલીસે સ્પષ્ટ સૂચના આપી છે કે હાઈવે સર્વિસ રોડ પર કોઈપણ વાહન આડેધડ અથવા નિયમોનો ભંગ કરીને પાર્ક કરવામાં આવશે તો તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. જરૂર પડે ત્યાં ગુનો નોંધવા ઉપરાંત દંડાત્મક પગલાં પણ લેવામાં આવશે. ટ્રાફિક પોલીસે તમામ વાહનચાલકોને ટ્રાફિક નિયમોનું પાલન કરી જાહેર માર્ગોને અવરોધમુક્ત રાખવા અપીલ કરી છે.