Damanganga Times.

Damanganga Times.

July 29, 2026

દમણ-દીવને ફૂડ પ્રોસેસિંગ-સીફૂડ નિકાસ માટે રાષ્ટ્રીય હબ બનાવવા પહેલ

દમણ-દીવને ફૂડ પ્રોસેસિંગ-સીફૂડ નિકાસ માટે રાષ્ટ્રીય હબ બનાવવા પહેલ


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

દમણ, તા. ૬ ઃ ભારત સરકારના ફૂડ પ્રોસેસિંગ ઉદ્યોગ મંત્રાલય (પ્બ્જ્ભ્ત્), પ્લ્પ્ચ્ ઉદ્યોગસાહસિકો, સ્ટાર્ટઅપ્સ અને દમણ-દીવના યુવાનોને ફૂડ પ્રોસેસિંગ, મૂલ્યવર્ધન, બ્રાન્ડિંગ, નિકાસ અને સ્વ-રોજગાર સાથે જોડીને દમણમાં ફૂડ પ્રોસેસિંગ, નિકાસ અને ઉદ્યોગસાહસિકતા પરિષદ-૨૦૨૬નું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં દમણ અને દીવના સાંસદ ઉમેશભાઈ પટેલ, દમણ ઇન્ડસ્ટ્રીયલ ઍસો.ના પ્રમુખ પવન અગ્રવાલ અને ડૉ. જે. પી. ડોંગરા, નાબાર્ડ, ઍપેડા અને અન્ય કેન્દ્રીય અને સંલગ્ન સંસ્થાઓના પ્રતિનિધિઓઍ ભાગ લીધો હતો અને કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓ વિશે માહિતગાર કર્યા હતાં.

કાર્યક્રમને સંબોધતા, સાંસદ ઉમેશભાઈ પટેલે જણાવ્યું હતું કે આજે માત્ર ઉત્પાદન પૂરતું નથી; ખેડૂતો, માછીમારો અને નાના ઉદ્યોગસાહસિકોની આવક વધારવા માટે મૂલ્યવર્ધન, આધુનિક પ્રક્રિયા, બ્રાન્ડિંગ અને નિકાસ સૌથી અસરકારક માધ્યમ છે.  આ પ્રસંગે, સાંસદ ઉમેશભાઈ પટેલે દમણ અને દીવના સર્વાંગી વિકાસ માટે ભારત સરકારના ફૂડ પ્રોસેસિંગ ઉદ્યોગ મંત્રાલયને ૧૦-મુદ્દાનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો.