Damanganga Times.

Damanganga Times.

July 29, 2026

ગણદેવીમાં ૩.૮૪ ઇંચ વધુ વરસાદ નોંધાયો

ગણદેવીમાં ૩.૮૪ ઇંચ વધુ વરસાદ નોંધાયો


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

ગણદેવી, તા. ૦૬ ઃ ગણદેવી તાલુકામાં સોમવાર સાંજ સુધી ગણદેવી માં ૮૭ મીમી (૩.૮૪ઇંચ) સાથે મોસમ નો ૬૧૦ મીમી (૨૪.૪ ઇંચ)વરસાદ નોંધાયો હતો.   બીલીમોરા સહિત ગણદેવી તાલુકામાં મેઘરાજાઍ જુલાઈમાં જમાવટ કરી છે. 

ગણદેવીમાં રવિવાર સાંજે ૬ થી ૮ વચ્ચે માત્ર બે કલાકમાં ૬૦ મીમી સાથે બારે મેઘ ખાંગા બન્યો હતો. અને ધરતી તરબતર થઇ હતી. ગણદેવી નાં કોલવા થી કછોલી જતા મુખ્યમાર્ગ ઉપર વરસાદી પાણી ફરી વળ્યાં હતા. જિલ્લા માર્ગ મકાન વિભાગ ઍ બીલીમોરા-અમલસાડ માર્ગ ઉપર અંબિકા નદી પૂલ ઉપર ઍ-ોચ નું ફરી સમારકામ કરી માર્ગ ધબકતો રાખ્યો હતો. જુલાઈ માં અવિરત વરસાદ ને પગલે અનેક જળાશયો છલકાઈ ઉઠ્યા હતા.