Damanganga Times.

Damanganga Times.

July 29, 2026

રાતામાં ઊંડા કુવામાંથી સાપનું રેસ્કયુ કરાયું

રાતામાં ઊંડા કુવામાંથી સાપનું રેસ્કયુ કરાયું


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૦૧ ઃ  વાપીના રાતા ગામ ખાતે જૈન મંદિર નજીક આવેલા આશરે ૫૦ ફૂટ ઊંડા કૂવાની સફાઈ દરમિયાન ઍક સાપ દેખાતા મજૂરોમાં ચિંતા ફેલાઈ હતી. કૂવાની દિવાલની તિરાડમાં સાપ છુપાયેલો જોવા મળતા સલામતીના ભાગરૂપે સફાઈનું કામ તાત્કાલિક બંધ કરી દેવામાં આવ્યું હતું.બનાવ અંગે વાપીમાં કાર્યરત વાપી ઍનિમલ રેસ્ક્યૂ ટીમને જાણ કરવામાં આવતા ટીમના સભ્યો તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા હતા. રેસ્ક્યૂ શરૂ કરતા પહેલાં ટીમે કૂવામાં ઝેરી ગેસની હાજરી છે કે નહીં તેમજ કૂવાની દિવાલ સલામત છે કે નહીં તેની સંપૂર્ણ તપાસ કરી હતી. આ પ્રસંગે વાપી ઍનિમલ રેસ્ક્યૂ ટીમના સંચાલક વર્ધમાન શાહઍ ચોમાસા દરમિયાન સાપ સાથેના સંભવિત સંપર્કથી બચવા માટે નાગરિકોને મહત્વપૂર્ણ સૂચનો આપ્યા હતા. તેમણે જણાવ્યું કે બહાર નીકળતી વખતે શક્ય હોય ત્યાં સુધી શૂઝ પહેરવા, રાત્રે અંધારાવાળી જગ્યાઍ ટોર્ચનો ઉપયોગ કરવો, વાહનો સુરક્ષિત સ્થળે પાર્ક કરવા તેમજ ઘર અને આસપાસનો કચરો તથા બિનઉપયોગી વસ્તુઓ દૂર રાખવી જોઈઍ. જો ક્યાંય સાપ દેખાય તો ગભરાવાની કે તેને મારવાનો -યાસ કરવાની જરૂર નથી, પરંતુ તાત્કાલિક રેસ્ક્યૂ ટીમ અથવા વન વિભાગનો સંપર્ક કરવો જોઈઍ.