Damanganga Times.

Damanganga Times.

July 29, 2026

પારડી -નાનાપોંઢા માર્ગ પર સીસીટીવી કેમેરા મુકાયા

પારડી -નાનાપોંઢા માર્ગ પર સીસીટીવી કેમેરા મુકાયા


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

પારડી, તા. ૩૦ ઃ પારડી ના મુખ્ય દ્વાર પર નાનાપોન્ડા તરફ જતા માર્ગમાં વહીવટી તંત્ર દ્વારા સીસીટીવી કેમેરા મૂકી દેવામાં આવ્યા છે. આ સાથે હવે નાનાપોંઢાથી પારડી આવતા વાહનચાલકો સીસીટીવી કેમેરાના નજરમાં આવી ગયા છે સીસીટીવી કેમેરા પોલીસને ગુનાખોરી અટકાવવામાં ખૂબ જ ઉપયોગી થાય છે મુખ્ય માર્ગમાંથી આવતા લોકો સીસીટીવી કેમેરા ની નજર માં રહે છે જેથી કોઈપણ ગુનાહિત કૃત્ય કરીને ભાગના વ્યક્તિ સીસીટીવી કેમેરામાં આવી જતો હોય છે.

અને પોલીસને ગુનેગાર વ્યક્તિને પકડવામાં મદદ મળતી હોય છે આમ પારડી નાનાપોંઢા રોડ પણ હવે સીસીટીવી કેમેરા ની નજરમાં આવી જતા પાર્ટી પોલીસને ગુનો કરીને ભાગનાર વ્યક્તિને પકડવામાં સરળતા રહેશે.