Damanganga Times.

Damanganga Times.

June 30, 2026

વાપીમાં જૂની અદાવતે બે યુવક પર ચપ્પુથી હુમલો

વાપીમાં જૂની અદાવતે બે યુવક પર ચપ્પુથી હુમલો


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા.૨૯ ઃ વાપીમાં દોઢ મહિના અગાઉ બહેનને મેસેજ મોકલવા મુદ્દે ઠપકો આપતા થયેલા ઝઘડા બાદ તેની અદાવતમાં ઍક યુવકે ઠપકો આપનાર અને તેના મિત્ર પર ચપ્પુથી હુમલો કર્યાની ઘટના સામે આવી છે. બનાવની પ્રા વિગત મુજબ વાપીના ચલા કંચનજંગા સોસાયટીમાં રહેતા કરણ મનોજસિંહ ઉંમર વર્ષ ૨૦ નો ઝગડો તેના જ વિસ્તારમાં રહેતા ફીરદોશ રૂપે સોનું મિનાજુલ મંડળ સાથે દોઢ મહિના અગાઉ થયો હતો જેમાં ફીરદો છે કરણની બહેનને જ્ઞ્ઁસ્ર્ન્દ્દીર્શ્વિં ઉપર મેસેજ મોકલ્યો હોય તે બાબતે ઠપકો આપ્યો હતો. આ ઝઘડા ની અદાવતમાં ગત ૨૮ જૂને વાપી કસ્ટમ રોડ પર કરણસિંહ તેના મિત્ર રાજ અજય સિંગ સાથે સ્કૂટર પર જઈ રહ્ના હતો ત્યારે ફીરદોશ ઉર્ફે સોનુઍ બંનેને રોકી ઝઘડો કરી માર માર્યો હતો જે બાદ ફિરદોષઍ ચપ્પુ કાઢી રાજ અજયસિંહ ઉપર ઘા કરતા તેને બચાવવા વચ્ચે પડેલા કરણસિંહને પણ ઝાંગનાં ભાગે ચપ્પુ લાવી દીધું હતું. બંને યુવક પર ચપ્પુથી હુમલો કર્યા બાદ ફિરદોષ મારી નાખવાની ધમકી આપી ગયો હતો. બીજી તરફ હુમલામાં ગંભીર રીતે ગવાયેલા રાજ અજયસિંહને વલસાડ હોસ્પિટલમાં દાખલ કરાતા છાતીના ભાગે સાત ટકા લેવા પડ્યા હતા. જ્યારે કરન્સીંગને જનસેવા હોસ્પિટલમાં ૫ ટાંકા લેવા પડ્યા હતા. કરણસિંહે ફિરદોષ ઉર્ફે સોનું મંડળ સામે વાપી ટાઉન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવ્યો છે.