Damanganga Times.

Damanganga Times.

June 30, 2026

વાપીમાં શાકભાજીના ભાવો વધતા ગૃહિણીઅોનું બજેટ ખોરવાયું

વાપીમાં શાકભાજીના ભાવો વધતા ગૃહિણીઅોનું બજેટ ખોરવાયું


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૨૯ ઃ વાપી મા છેલ્લા ઍક મહિનામાં શાકભાજીના ભાવમાં સતત વધારાથી સામાન્ય લોકો, ખાસ કરીને ગરીબ અને મધ્યમ વર્ગની ગૃહિણીઓની ચિંતા વધી ગઈ છે. રોજે રોજ જેવો ઉપયોગમાં લેવાય છે તેવા બટાકા, ડુંગળી, ટામેટાં, લીલા મરચાં અને આદુ સહિત લગભગ તમામ શાકભાજીના ભાવ આસમાને પહોંચી ગયા છે, જેનાથી ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોના રસોડાના બજેટ સંપૂર્ણપણે ખોરવાઈ ગયા છે.
વાપી ટાઉન ના મુખ્ય બજાર તેમજ નેશનલ હાઇવે નંબર ૪૮ ઉપર આવેલ વાઇબ્રન્ટ શાકભાજી માર્કેટ અને સરદાર શાકભાજી માર્કેટ ના બજારમાં મોટાભાગની શાકભાજી ૮૦ થી ૧૨૦ રૂપિયા પ્રતિ કિલોગ્રામના ભાવે વેચાઈ રહી છે.
વાપીમાં રહેતી ગૃહિણીઓનું કહેવું છે કે રોજિંદા શાકભાજીના ભાવમાં સતત વધારાથી તેમના માસિક ઘરના બજેટ ખોરવાઈ ગયા છે.