રાજયમાં નવા સીમાંકનમાં વલસાડ જિલ્લામાં વિધાનસભા બેઠકમાં ફેરફારની શકયતા
- byDamanganga Times
- 30 June, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૨૯ ઃ ગુજરાતમાં નવા સીમાંકન બાદ લોકસભાની ૨૬ ના સ્થાને ૩૯ અને વિધાનસભાની ૧૮૨ ના સ્થાને ૨૩૮ અથવા ૨૭૩ બેઠકો વધવાની પૂરેપૂરી શક્યતા દેખાઈ રહી છે હોવાનું પાટનગરના સુત્રો દ્વારા જાણવા મળી રહ્નાં છે.
જેમાં જોઈઍ તો અમદાવાદ બરોડા ભરૂચ સુરત રાજકોટ અને વલસાડ જિલ્લામાં બેઠકોમાં મોટો ફેરફાર થવાની શક્યતા જોવાઈ રહી છે. જેને લઇ રાજકીય વર્તુળોમાં ઍવી ચર્ચા ઉઠવા પામી રહી છે કે હાલ વલસાડ જિલ્લાની પ વિધાનસભા બેઠકોની જગ્યાઍ પારડી વિધાનસભા બેઠકમાંથી અને ઉમરગામ વિધાનસભા બેઠક પૈકી કોઈમાંથી ઍક અલગ વિધાનસભા બેઠક જાહેર થઈ શકે છે. હવે ઍ માટે ભીલાડ અને વાપીના નામો ચર્ચાઈ રહ્નાં છે. ઍ રીતે લોકસભાની વલસાડ-ડાંગ બેઠકનું પણ મતદારોની ટોચમર્યાદાને ધ્યાનમાં લઈ વિભાજનની શકયતા દર્શાવાઈ રહી છે.
પ્રા માહિતી પ્રમાણે દેશમાં આગામી સીમાંકન અને નારી શક્તિ વંદન અધિનિયમ-૨૦૨૩ મહિલા અનામતના અમલીકરણની પ્રક્રિયા જો આગળ વધશે, તો ગુજરાતના રાજકીય નકશામાં ૧૯૭૫ પછીના સૌથી મોટો અને ઐતિહાસિક ફેરફાર કહેવાશે. આ પહેલા આટલો મોટો ફેરફાર કરવામાં આવ્યો નથી. આ પ્રક્રિયા સાથે જોડાયેલા ગાંધીનગરના ઉચ્ચ સરકારી અધિકારીઓના જણાવ્યા અનુસાર, હાલ રાજ્ય ચૂંટણી પંચ અને વિવિધ જિલ્લા કલેકટર કચેરીઓમાં આ અંગેની પ્રાથમિક તૈયારીઓ અને વહીવટી ધમધમાટ શરૂ થઈ ચૂક્યો છે. વર્ષ ૨૦૨૪ની લોકસભા ચૂંટણીના આંકડા મુજબ, ગુજરાતમાં કુલ ૪.૯૯ કરોડથી વધુ નોંધાયેલા મતદારો હતા. સરેરાશ નિયમ પ્રમાણે ઍક લોકસભા મત વિસ્તારમાં ૧૯ લાખ મતદારો હોવા જોઈઍ, પરંતુ રાજ્યની અનેક બેઠકોમાં આ આંકડો ૨૦ લાખને પાર પહોંચી ગયો છે. ગુજરાતમાં ભવિષ્યમાં લોકસભા દીઠ ૧૨થી ૧૫ લાખ મતદારોનું નવો માપદંડ અપનાવવામાં આવે તેવી શક્યતા, છે, જેના કારણે મત વિસ્તારોનું પુનર્ગઠન અનિવાર્ય બનશે. જો આગામી સમયમાં નવું સીમાંકન લાગુ થાય, તો ગુજરાતમાં લોકસભા અને વિધાનસભા બંને ગૃહોમાં બેઠકોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થશે.
