Damanganga Times.

Damanganga Times.

June 30, 2026

વલસાડ જિલ્લામાં મેઘરાજાની ધીમા પગલે પધરામણી

વલસાડ જિલ્લામાં મેઘરાજાની ધીમા પગલે પધરામણી


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા. ૨૯ ઃ વલસાડ જિલ્લામાં આજરોજ સવારથી જ વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદનું આગમન થતાં સમગ્ર પંથકમાં ઠંડક પ્રસરી ગઈ છે. લાંબા સમયના અસહ્ના ઉકળાટ અને ગરમી બાદ પડેલા આ વરસાદથી લોકોને મોટી રાહત મળી છે.
લાંબા વિરામ બાદ મેઘરાજાની પધરામણી થતાં જ જિલ્લાના ધરતીપુત્રોના ચહેરા ખીલી ઉઠ્યા છે. વરસાદ પડતાંની સાથે જ ખેડૂતોઍ આગામી દિવસોના પાક માટે કમર કસી લીધી છે. ડાંગરના ધરુ નાખવા તેમજ વિવિધ શાકભાજી સહિતના અન્ય ચોમાસુ પાકો લેવા માટે ખેતરોમાં તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. જો આ વર્ષે ચોમાસું નિયમિત અને સારું રહેશે, તો પાકનું ઉત્પાદન ઘણું ઉત્તમ મળી રહેશે.
ગત કેટલાક દિવસોથી અસહ્ના ગરમી અને બફારાને કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા. પરંતુ આજના વરસાદે સમગ્ર જિલ્લાનું વાતાવરણ આહલાદક અને ઠંડુગાર બનાવી દીધું છે. કૃષિ નિષ્ણાંતોના મતે, આ વરસાદ આગામી ખરીફ સીઝન માટે  આશીર્વાદરૂપ સાબિત થશે. જો આગામી દિવસોમાં પણ વરસાદ સારા પ્રમાણમાં પડશે. તો વલસાડ જિલ્લામાં ચાલુ વર્ષે સારો    પાક થવાની પૂરી સંભાવના છે.  
 વલસાડ જિલ્લામાં આજરોજ વહેલી સવારના મેઘરાજાઍ ઍન્ટ્રી મારતા ચોમેર વરસાદની હેલી જોવા મળી હતી ફલડ કન્ટ્રોલ તરફથી આજે સાંજે ૬ કલાક સુધીની પ્રા થતી તાલુકા પ્રમાણે વિગત પ્રમાણે વલસાડમાં ૧૩ મી.મી., ધરમપુરમાં ૧ મી.મી., પારડીમાં ૧૭ મી.મી., કપરાડામાં ૧૫મી.મી., ઉમરગામમાં ૨૪, વાપીમાં ૦ મી.મી., અને નાનાપોîઢામાં ૨૫ મી.મી. વરસાદ નોંધાયો હતો. જીલ્લાનો આજનો વરસાદ ૧૩.૫૭ મી.મી. જયારે ચાલુ સિઝનનો જીલ્લાનો કુલ વરસાદ ૬૮.૧૪ મી.મી. નોîધાયો છે.
અત્યારસુધીમાં સૌથી વધુ વરસાદ ઉમરગામ તાલુકામાં ૧૮૪ મી.મી. જયારે સોથી અોછો ધરમપુર તાલુકામાં ૧૯ મી.મી. વરસાદ નોîધાયો છે.