ખેરગામમાં રામજી મંદિરમાં મહિલાઅોઍ વટસાવિત્રીની વ્રતની ઉજવણી કરી
- byDamanganga Times
- 30 June, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
ખેરગામ, તા. ૨૯ ઃ સનાતનધર્મિમાં માન્યતા છે કે જેઠ માસની પૂનમના દિવસે વડના વૃક્ષની પૂજા કરવાથી અને વ્રત રાખવાથી અખંડ સૌભાગ્ય પ્રા, પતિનું દીર્ઘાયુ, સુખી દાંપત્ય જીવન અને પરિવારની ખુશહાલીના આશીર્વાદ મળે છે.
૨૯ મી જુને વટ પૂર્ણિમા માત્ર વ્રત નથી, પરંતુ પતિ-પત્નીના અતૂટ પ્રેમ, વિશ્વાસ અને સમર્પણનું પ્રતીક માનવામાં આવે છે. ધાર્મિક માન્યતા મુજબ આ દિવસે વ્રત રાખવાથી અને વિધિ-વિધાનથી પૂજા કરવાથી દાંપત્ય જીવનમાં પ્રેમ જળવાઈ રહે છે અને પરિવારમાં સુખ-સમૃદ્ધિ આવે છે. તેથી સૌભાગ્યવતી મહિલાઓ પૂર્ણ શ્રદ્ધાભાવથી આ વ્રત કરે છે.
ખેરગામ નગર થતાં અને તાલુકાભરના ગામોમાંથી પતિવ્રતા નારીઓ વડ સાવિત્રી વ્રત ઉજવણી માટે રામજી મંદિર સંકુલમા પધારે છે. જ્યાં મુખ્ય બે વડદાદા છે અને બાકીના સાતેક પૂજનીય વડની અનેક નારીઓ ભૂદેવ દ્વારા પૂજા કરી કાચું સુતરના તાતણા વીંટાળતા પરિક્રમા કરે છે. સાવિત્રી-સત્યવાનની કથા સાંભળે કે, વાંચે છે. અંતમાં ભગવાન વિષ્ણુ, માતા લક્ષ્મી અને વટ વૃક્ષની આરતી કરીને સમગ્ર પરિવારની સુખ-સમૃદ્ધિની કામના કરવામાં આવે છે.
