Damanganga Times.

Damanganga Times.

June 30, 2026

નવસારીના ખાનપુર આદર્શ છાત્રાલયમાં શૈક્ષણિક કીટનું વિતરણ કરાયું

નવસારીના ખાનપુર આદર્શ છાત્રાલયમાં શૈક્ષણિક કીટનું વિતરણ કરાયું


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૨૯ ઃ વલસાડ અને નવસારી જિલ્લામાં સામાજિક ક્ષેત્રે કામ કરતી હનુરામ સેનાના પ્રમુખ વિક્રાંતસિંહે તેમનો જન્મદિવસ ખાનપુરની આદર્શ છાત્રાલયના વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ વિતરણ કરી ઉજવવામાં આવ્યો. વલસાડ જિલ્લાના ગ્રામ્ય વિસ્તાર તેમજ નવસારી જિલ્લામાં સામાજિક ક્ષેત્રે કામ કરતી હનુરામ સેના ખુબ જ સારી કામગીરી કરી રહી છે. આ સંસ્થાના મુખ્ય સંચાલક અને પ્રમુખ વિક્રાંત સિંહના આજે જન્મદિવસે તેઓઍ નવસારી જિલ્લાના ખાનપુર ખાતે આવેલ આદર્શ છાત્રાલય કે જેમાં અભ્યાસ કરતા ગરીબ અને અનાથ બાળકોને શૈક્ષણિક કીટ વિતરણ કરવામાં આવી હતી અને ઍક દિવસનું ભોજન તેઓને પૂરું પાડ્યું હતું. આ પ્રસંગે તેમની સાથે હનુરામ સેનાના હોદ્દેદારો તેમજ બિહાર વેલ્ફેર ઍસોસિઍશનના રાષ્ટ્રીય પ્રમુખ વિપુલસિંહ તેમજ અન્ય અગ્રણીઓ ઉપસ્થિત રહ્ના હતાં.