Damanganga Times.

Damanganga Times.

June 30, 2026

બીલીમોરા અર્બન હેલ્થ સેન્ટરમાં નેશનલ પલ્સ પોલિયો અભિયાનનો પ્રારંભ

બીલીમોરા અર્બન હેલ્થ સેન્ટરમાં નેશનલ પલ્સ પોલિયો અભિયાનનો પ્રારંભ


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
બીલીમોરા, તા.૨૯ ઃ બીલીમોરા અર્બન હેલ્થ સેન્ટર ખાતે રવિવારે નેશનલ પલ્સ પોલિયો અભિયાનનું ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. જેમાં નગરપાલિકા પ્રમુખ મનિષ પટેલ, અર્બન હેલ્થ સેન્ટરના ડૉ. રાજેન્દ્ર ગઢવી તથા ડૉ. ભૂમિ મેડમ ખાસ ઉપસ્થિત રહ્ના હતાં. રાષ્ટ્રીય કાર્યક્રમ અંતર્ગત બીલીમોરા શહેરમાં ૦ થી ૫ વર્ષના તમામ બાળકોને પોલિયોમુક્ત કરવા માટે કુલ ૨૪ પોલિયો બુથનું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. જેની સાથે મુસાફરી કરી રહેલા બાળકો પણ વંચિત ન રહી જાય તે હેતુથી રેલ્વે સ્ટેશન અને બસ સ્ટેશન પર ૨ ટ્રાન્ઝીટ ટીમ તૈનાત કરીને પોલિયો બુથ કાર્યરત કરવામાં આવ્યા હતા. સમગ્ર રાષ્ટ્રહિતના પ્રોગ્રામને સફળ બનાવવા માટે ભારે જહેમત ઉઠાવનાર અર્બન હેલ્થ સેન્ટરના તમામ સ્ટાફ મિત્રોની ઉત્કૃષ્ટ કામગીરીને બિરદાવી ડૉ. રાજેન્દ્ર ગઢવીઍ આ તબક્કે આભાર વ્યક્ત કર્યો હતો.